Methi Gota Recipe: ગુજરાતી ફરસાણની ફેમસ વાનગી મેથીના ગોટા ઘરે બનાવો


By Vanraj Dabhi15, Nov 2024 04:43 PMgujaratijagran.com

મેથીના ભજીયા

મેથીના ભજીયા ખાવા દરેક લોકો પસંદ હોય છે, પરંતુ ઘણી વખત ઘરે મેથીના ગોટા પરફેક્ટ નથી બનતા, નોંધી લો રેસીપી.

સામગ્રી

લીલી મેથીના પાન, ચણાનો લોટ, મીઠું, તેલ, અજમો, ખારો, પાણી, લીલા મરચા, કોથમરી, લીંબુના ફૂલ, મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈને સાફ કરીને તેના પાંદડા સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ,અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી તેમાં સમારેલી મેથી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના ગોટા બનાવીને મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે આપણા મેથીના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khajur Pak Recipe: શિયાળામાં ઘરે બનાવો ખજૂર પાકની રેસીપી