ઉનાળામાં માર્કેટમાં કેરી મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જો તમે કેરી ખાઈને કંટાળી ગયા હોવ તો તેનો હલવો ટ્રાય કરો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કેરી, સોજી, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ, કેસર, ઘી.
પહેલા કેરીને ધોઈને છાલ કાઢી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં નાના ટુકડા કરી લો.
હવે સમારેલી કેરીને મિક્સરમાં પીસીને પ્યુરી બનાવી લો અને એક પેનમાં સોજીને 5 મિનિટ શેકીને તેને બહાર કાઢી લો.
સોજી શેકી લો અને પેનમાં થોડું ઘી ઉમેરો અને પછી ડ્રાયફ્રૂટ્સને પણ હળવા હાથે શેકો. આ પછી, તેમને બહાર કાઢીને એક બાઉલમાં રાખો.
ડ્રાય ફ્રૂટ્સ શેક્યા પછી પેનમાં 1 વાટકી પાણી ઉમેરી પછી કેસર ઉમેરો અને હલાવો. પાણી ગરમ થાય ત્યારે તેમાં શેકેલો સોજી ઉમેરો અને મિક્સ કરો.
સોજીને 1 મિનિટ રાંધ્યા પછી, તેમાં કેરીની પ્યુરી મિક્સ કરો. આ પછી, ખાંડ ઉમેરો અને તેને સારી રીતે હલાવતા રહો.
હલવામાં ઘી અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરીને સર્વ કરો.