Coconut Chikki: મકરસંક્રાંતિ પર ઘરે બનાવો પરફેક્ટ સૂકા નારિયેળની ચિક્કી


By Vanraj Dabhi09, Jan 2025 11:14 AMgujaratijagran.com

કોકોનટ ચિક્કી

ઉત્તરાયણ પર દરેક લોકો વિવિધ પ્રકારની ચક્કી ઘરે અજમાવતા હોય છે, આ વખતે તમે જો કોઈ યુનિક વાનગી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે આ કોકોનટ ચિક્કી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

સુકાયેલા નારિયેળનું કોપરું, ગોળ, ઘી, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ખમણી વડે સૂકા નારિયેળને છીણી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગોળ અને પાણી ઉમેરીને ઓગળી લો.

સ્ટેપ-3

હવે તેમાં એક ચમચી અથવા જરૂર મુજબ ઘી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી પાથરીને ઠંડુ થાય એટલે છરી વડે ચોસલા પાડી લો.

સર્વ કરો

તૈયાર છે કોકોનટ ચિક્કી, તમે ઉત્તરાયણ પર આ રેસીપી ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khichu Recipe: ચોખાના લોટનું ખીચું બનાવવાની પરફેક્ટ રીત