Paneer Bhurji Recipe: ગ્રેવી પનીર ભુરજી બનાવવાની રીત


By Vanraj Dabhi19, Dec 2024 03:41 PMgujaratijagran.com

ગ્રેવી પનીર ભુરજી

પનીરની વિવિધ રેસીપી તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને ગ્રેવી વાળી પનીર ભુરજીની સબ્જી બનાવવાની રીત જણાવાશું.

સામગ્રી

ઘી, ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કેપ્સીકમ, ટમેટા, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, પાણી, કોથમરી, પનીરનું છીણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઝીણી સમારેલ ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કેપ્સીકમ ઉમેરીને હળાવા સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં ટમેટા, મીઠું મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં હળદર,ધાણાજીર, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને સારી રીતે પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં પનીરને ખમણીને ઉમેરો અને સારી રીતે મિક્સ કરી ઉપર કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પનીરનું ગ્રેવી વાળું શાક, તમે પરાઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khajur Barfi Recipe: શિયાળામાં ઘરે બનાવો ખજુર બરફી