મેથીના ભજીયા કે ગોટા ખાવા દરેક લોકો પસંદ હોય છે, પરંતુ ઘણી વખત ઘરે મેથીના ગોટા પરફેક્ટ નથી બનતા, આ રેસીપી ટ્રાય કરો.
લીલી મેથીના પાન, ચણાનો લોટ, મીઠું, તેલ, અજમો, ખારો, પાણી, લીલા મરચા, કોથમરી, લીંબુના ફૂલ, મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ.
સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈને સાફ કરીને તેના પાંદડા સમારી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ,અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી તેમાં સમારેલી મેથી ઉમેરીને મિક્સ કરી લો.
હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના ગોટા બનાવીને મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે આપણા મેથીના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.