મેથીના થેપલા એ ગુજરાતીની ઓળખ છે. આજે આપણે પોચા મેથીના થેપલા વિશે વાત કરીશું.
પોચા અને સ્વાદિસ્ટ ગરમાગર થેપલા ચા કે દહીં સાથે ખાવાની મજા અલગ છે. આજે મેથીના થેપલા બનાવવાની સરળ રેસિપી 7 સ્ટેપમાં ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ તાજા મેથીના પાન (ઝીણા સમારેલા), 1/4 કપ દહીં, 2 બાફેલા બટાકા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, આદુ, મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી તલ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી તેલ (લોટમાં નાખવા માટે), મીઠું સ્વાદ મુજબ, પાણી (જરૂર મુજબ), તેલ ( શેકવા માટે).
એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથીના પાન, બાફેલા બટાકા મેશ કરીને, લાલ મરચું, હળદર, ધાણાજીરું, તલ, મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ મિક્સ કરો.
દહીં નાખીને બધું સારી રીતે મિક્સ કરો જેથી મસાલા લોટમાં ભળી જાય.
ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. લોટ ચીપાતો ન હોવો જોઈએ.
લોટને ઢાંકીને 10-15 મિનિટ માટે રાખો.
લોટના નાના-નાના લોય બનાવો અને તેને ગોળ આકાર આપો.
દરેક લોયને લોટની ભૂકીનો ઉપયોગ કરીને પાતળા ગોળ થેપલા વણો.
ગરમ તવા પર થેપલા મૂકો, બંને બાજુથી તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ગરમ થેપલાને દહીં, ચા અથાણું કે ચટણી સાથે પીરસો.