શિયાળો એટલે પ્રવાસ માટેનો પરફેક્ટ સમય, ઠંડુ વાતાવરણ, ઓછી ગરમી અને લાંબી સફરનો આનંદ. જો તમે પણ આ સિઝનમાં ઓછા ખર્ચે ગુજરાતમાં ફરવાનું વિચારી રહ્યા છો, તો આ જગ્યાઓ તમારા માટે આઈડિયલ છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો ભવ્ય નજારો શિયાળામાં વધુ માણવા જેવો છે. અહીં વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, અને સરદાર સરોવર ડેમ આસપાસની વિસ્તારો પ્રવાસને વધુ રસપ્રદ બનાવે છે.
શિયાળામાં કચ્છનો રણોત્સવ જોવા જેવો હોય છે. માંડવી બીચ, માતાનો મઢ, ધોળાવીરા, કાળો ડુંગર અને હમીરસર તળાવ જેવી જગ્યાઓ અસલી કચ્છનો અનુભવ કરાવે છે.
શિયાળો ગીરની સફારી માટે બેસ્ટ છે. ઠંડકમાં સિંહો વધુ સક્રિય હોય છે, એટલે તેમને જોવા મળવાની શક્યતા વધારે રહે છે.
શિયાળામાં દ્વારકાનો દરિયો અને મંદિરોની શાંતિ કંઈક અલગ જ લાગે. બેટ દ્વારકાનો સફર અને અરબી સમુદ્રનો સુંદર સૂર્યાસ્ત પ્રવાસને યાદગાર બનાવે છે.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા શિયાળામાં સ્વર્ગ સમાન લાગે છે. લીલા પહાડો, ઠંડો પડછાયો અને લેકસાઈડ વોક પ્રકૃતિપ્રેમી માટે મસ્ટ વિઝિટ સ્થળ.
શિયાળામાં અમદાવાદ ફરવા માટે પણ ખાસ સમય છે. સાબરમતી આશ્રમ, અડાલજની વાવ, હેરિટેજ વોક અને પતંગ મહોત્સવ શહેરને જીવંત બનાવે છે.
પયૅટનની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.