Navratri 2025: નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા શુભ છે


By Dimpal Goyal14, Sep 2025 03:50 PMgujaratijagran.com

નવરાત્રિ

આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરુ થવાની છે. પૂરા નવ દિવસ મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે કેમ કે દેવીના નવ રૂપોનું અલગ-અલગ મહત્ત્વ હોય છે. નવરાત્રિમાં કયા દિવસે કયો રંગ પહેરવો તેના વિશે જાણો.

પ્રથમ નોરતે

નવરાત્રિના પહેલા દિવસે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરો. આ માતા શૈલપુત્રીને પ્રિય છે.

બીજા નોરતે

બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.

ત્રીજા નોરતે

ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમની પૂજામાં તમે પીળા ફૂલનો ઉપયોગ કરી શકો છો.

ચોથા નોરતે

ચોથા દિવસે તમારે સિલેટ્યા રંગનો ઉપયોગ કરવો જોઈએ. કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે.

પાંચમા નોરતે

આ સિવાય સ્કંદમાતાની પૂજા અર્ચનામાં લીલા રંગનો ઉપયોગ કરો. તેનાથી દેવી મા ખૂબ પ્રસન્ન થાય છે. લીલો રંગ તમને નવું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

છઠ્ઠા નોરતે

છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. મા કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે.

સાતમા નોરતે

સાતમા દિવસે તમારે માતાની પૂજામાં સફેદ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે મા કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે.

આઠમા નોરતે

આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ તેમને ખૂબ પ્રિય છે.

નવમા નોરતે

નવમા દિવસે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં આસમાની વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી દેવી મા ખુશ થશે.

વાંચતા રહો

તો આ નવરાત્રિના 9 દિવસ સુધી તમે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરીને પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.વઘુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો .

નવરાત્રી દરમિયાન ગુજરાતના આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત અવશ્ય લો