નવરાત્રીમાં બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રેસિપી


By Jivan Kapuriya25, Sep 2025 10:48 AMgujaratijagran.com

ફરાળી ઢોસા

નવરાત્રીના વ્રતમાં તમને કંઈક અલગ ખાવાનું મન થાય તો તમે ઘરે ફરાળી ઢોસા બનાવી શકો છો.

સામગ્રી

સમો, સાબુદાણા,મીઠું, દહીં, મરચા, આદુ, કોથમીર, જીરું, કાળા મરી પાઉડર,મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સમો અને સાબુદાણા ઉમેરીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં કાઢી તેમાં દહીં,પાણી ઉમેરીને બેટર બનાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં જીરું, લીલા મરચાની કટકી,મીઠા લીમડાના પાનના ટુકડા,કોથમરી,આદુની પેસ્ટ,જીરું,કાળા મરીનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક નોન સ્ટીક પેન ગરમ કરી પાણીનો છંટકારો મારી તેમાં ચમચા વડે બેટર ફેલાવીને પકાવી લો. તૈયાર છે ફરાળી ઢોસાની રેસીપી, તમે સૂકી ભાજી સાથે સર્વ કરી શકો છો.

Red Chili Chutney: મોમાં પાણી આવી જશે તેવી લાલ મરચાની તીખી ચટણી