Sambar Dal Recipe: હવે ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઈલ સાંભાર દાળ


By Vanraj Dabhi23, Feb 2025 04:10 PMgujaratijagran.com

સાંભાર રેસીપી

જો તમે ઘરે ઢોસા કે ઈડલી બનાવી હોય તો તમે ઘરે રેસ્ટોરન્ટ જેવો સાંભાર પણ બનાવી શકો છો, જાણી લો તેને બનાવવાની રીત.

સામગ્રી

તુવેર દાળ,સાંભાર પાવડર, હળદર પાવડર, મીઠું, ગાજર, રીંગણ, ટામેટા, તેલ, હિંગ, સરસવ.

સ્ટેપ-1

સૌપ્રથમ તુવેરની દાળ ધોઈને 3 કપ પાણીમાં ગરમ કરી તેમાં દાળને બાફીને તેને સારી રીતે મેશ કરી લો.

સ્ટેપ-2

હવે ગાજર, રીંગણ, ટામેટા વગેરે શાકભાજીને પાણીમાં બાફીને તેમાં હળદર, સાંભાર પાવડર, મીઠું નાખીને મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં શાકભાજીમાં બાફેલી દાળ ઉમેરીને તેને 10-15 મિનિટ સુધી ઉકળવા દો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરીને વઘાર તૈયાર કરો.

સર્વ કરો

તૈયાર કરેલા વઘારને સાંભારમાં ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો અને ગરમા ગરમ ઢોસા સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદના 7 સૌથી મોંઘા વિસ્તારો, જ્યાં દરેક વ્યક્તિને રહેવું ગમે છે