Seema Haider: પાકિસ્તાની મહિલા સીમા હૈદરે ભારતમાં પુત્રીને જન્મ આપ્યો


By Vanraj Dabhi18, Mar 2025 12:34 PMgujaratijagran.com

સીમા હૈદર

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિન મીણાના ઘરે ખુશ ખબર આવ્યા છે, સીમા હૈદરે બાળકીને જન્મ આપ્યો છે.

ખુશ ખબર

પાકિસ્તાની મહિલા સીમા હૈદરના ઘરે પારણું બંધાયું છે,

પુત્રીનો જન્મ

સીમા હૈદરે નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે.

હેલ્થ અપડેટ

મળતી માહિતી મુજબ, માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ છે. આ માહિતી તેમના એડવોકેટ ડો.એ.પી. સિંઘે શેર કરી છે.

ડો.એ.પી. સિંઘે

ડો.એ.પી. સિંઘેના જણાવ્યા અનુંસાર, સીમા અને સચિન મીનાના ઘરે સવારે 4 વાગે નોર્મલ ડિલિવરીથી બાળકીનો જન્મ થયો છે.

પાંચ બાળકોની માતા

ચાર બાળકોની માતા સીમા હૈદર હવે પાંચમી બાળકીની માતા બની ગઈ છે.

સચિન મીણા

સીમાના પતિ સચિન મીણાએ હોસ્પિટલ પહોંચીને પુત્રીના કપાળ પર ચુંબન કર્યું અને ખુશી વ્યક્ત કરી. તેણે કહ્યું કે આ તેના જીવનની સૌથી ખુશીની ક્ષણ છે.

પ્રેમ સંબંધ

તમને જણાવી દઈએ કે સીમા હૈદર 13 મેં 2023ના રોજ પાકિસ્તાનથી નેપાળ થઈને તેના પ્રેમી સચિન મીણા પાસે ભારત આવી હતી. ત્યારથી તે ચર્ચામાં છે.

સચિન મીણાનું ઘર

ભારતીય પુરુષ સચિન મીણાના પ્રેમમાં પડ્યા બાદ સીમા હૈદર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહે છે.

White Dhokla Recipe: રૂ જેવા પોચા ઈન્સટન્ટ ઇદડા ઘરે ટ્રાય કરો