1,15,000 નું રોકાણ અને 15 વર્ષે મળશે 31 લાખથી વધુ


By Kajal Chauhan21, May 2025 05:07 PMgujaratijagran.com

પોસ્ટ ઓફિસની પીપીએફ બચત યોજનામાં તમે 1,15,000 નું રોકાણ કરીને 15 વર્ષ બાદ 31 લાખથી વધુ મેળવી શકો છો.

કેટલું રોકાણ કરવું પડશે

પીપીએફ બચત યોજનામાં ભાગ લેવા માટે તમારે દર વર્ષે 1,15,000 નું રોકાણ કરવાનું રહેશે.

કેટલા સમય માટે રોકાણ કરવું

પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરવાનો સમયગાળો વધુમાં વધુ 15 વર્ષ છે. તમે 5-5 વર્ષના સમયગાળા માટે પણ આ રોકાણ કરી શકો છો.

વ્યાજદર

7.1 ટકાના દરે તમને જમા રકમ પર વ્યાજ મળશે. એટલે કે તમને 15 વર્ષનું 13,93,960 રુપિયા વ્યાજ મળશે.

15 વર્ષનું રોકાણ

ગણતરી પ્રમાણે દર વર્ષે 1,15,000 રુપિયા લેખે 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 17,25,000 થશે.

15 વર્ષ બાદ કેટલા પૈસા મળશે

15 વર્ષે તમે કરેલા રોકાણના તમને 13,93,960 રુપિયા વ્યાજ સહિત 31,18,960 રુપિયા મળશે.

ઓર્ગોનિક અને કેમિકલ વાળી દૂધી વચ્ચે શું તફાવત હોય? જાણો આ રીતે