તુરીયામાં ભરપૂર માત્રામાં ફાઇબર અને પાણી હોય છે. જે આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.
જો તમે વજન ઘટાડી રહ્યા છો, તો તમાર માટે તુરીયા બેસ્ટ વિકલ્પ છે. તુરીયામાં કેલરી ઓછી માત્રામાં જોવા મળે છે. જેના કારણે તુરીયા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે.
તુરીયામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ મળી આવે છે. જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
વરસાદની ઋતુમાં તુરીયાનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
તુરીયામાં આર્યન ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જેનાથી શરીરમાં હિમોગ્લોબિનના લેવલને સુધારવામાં ઘણી મદદ મળે છે.
તુરીયામાં એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જેનાથી આપણા શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે.
એક બાબતનું ખાસ ધ્યાન રાખજો, વરસાદની ઋતુમાં તુરીયાનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. તુરીયામાં રહેલા પુષ્કળ ફાઈભરના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.