ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં છાશનું સેવન અમૃત માનવામાં આવે છે. ભોજનમાં છાશ ના હોય તો ભાણું અધરું ગણાય છે.
છાશમાં જો મસાલો નાખવામાં આવે તો તે એકદમ ટેસ્ટી સ્વાદ આપે છે. આજે અમે તમને છાશનો મસાલો બનાવવાની રીત જણાવીશું.
કોથમરી, ફુદીનાના પાન, મીઠો લીમડો, આખું જીરું, સુકા ધાણા, કાળા મરી, સંચળ.
સૌ પ્રથમ કોથમરી, મીઠો લીમડો અને ફુદીનાના પાનને તેને એક બે દિવસ સુકવણી કરો, તેને તડકામાં કે પંખે પણ સુકવી શકો છો.
હવે એક મિક્સરમાં નાખીને પાઉડર કરી લો અને એક ચારણી વડે ચાળી લો.
હવે એક પેનમાં સુકા ધાણા, જીરુ અને મરીને થોડીવાર શેકીને પછી તેને ઠરવા દો.
હવે બધા મસાલા મિક્સરમાં ક્રસ કરી એક મોટો વાસણમાં લઇ લો અને તેમાં ધાણા, મીઠો લીમડો અને ફુદીના પાઉડર પણ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે છાસનો મસાલો તમે છાશમાં નાખીને પી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.