ફોર્બ્સે તાજેતરમાં વર્ષ 2025 ના સૌથી ધનિક દેશોની યાદી બહાર પાડી છે. આ આંકડા પ્રતિ વ્યક્તિ GDP ના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ ફોર્બ્સના અહેવાલ મુજબ વિશ્વના 5 સૌથી ધનિક દેશો
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર સિંગાપોર આ યાદીમાં પ્રથમ ક્રમે છે. આ દેશ તેની અર્થવ્યવસ્થા અને ઉચ્ચ જીવન સ્તર માટે પ્રખ્યાત છે.
લક્ઝમબર્ગ અમીર દેશોની યાદીમાં બીજા ક્રમે છે. યુરોપમાં તેના મજબૂત નાણાકીય સેવા ક્ષેત્ર અને રાજકારણને કારણે આ દેશ ખૂબ જ ધનિક માનવામાં આવે છે.
આ યાદીમાં મકાઉ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. આ દેશ જુગાર અને પર્યટન માટે વિશ્વભરમાં જાણીતો છે.
આયરલેન્ડ આ યાદીમાં ચોથા ક્રમે છે. આ દેશ વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યો છે. ખાસ કરીને ટેક ઉદ્યોગને કારણે અહીંની આર્થિક સ્થિતિને વેગ મળે છે.
કતાર અમીર દેશોની યાદીમાં પાંચમા ક્રમે છે. અહીંની કુલ વસ્તી માત્ર 30.07 લાખ છે.