PVC Aadhaar Card: ઘરે બેઠા આ રીતે કરો પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે અરજી


By Thakur Dharmendrasinh Dilipsinh26, Jan 2025 03:49 PMgujaratijagran.com

આધાર કાર્ડ

ભારતના દરેક નાગરિક માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ID પ્રૂફ તરીકે પણ માન્ય છે. ત્યારે જાણો PVC Aadhaar Card માટે કેવી રીતે અરજી કરવી?

પ્લાસ્ટિક આધાર કાર્ડ

ઘણી વખત આધાર કાર્ડ રાખતી વખતે ફાટવા લાગે છે. આનાથી બચવા માટે, તમારે પ્લાસ્ટિક આધાર કાર્ડ બનાવવું જોઈએ. આનાથી કાર્ડ ફાટી જવાની ટેન્શન રહેતી નથી.

PVC આધાર કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ પ્લાસ્ટિક આધાર કાર્ડ બનાવવા માંગો છો, તો તમે તેના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ચાલો તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણીએ.

UIDAI વેબસાઇટ પર જાઓ

પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે અરજી કરવા માટે, UIDAI વેબસાઇટ પર જાઓ. અહીંથી તમે સરળતાથી PVC આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

ઓર્ડર PVC કાર્ડ પર ટેબ કરો

આ પછી, હોમ પેજ પર My Aadhaar ટેબમાં Order PVC Card પર ક્લિક કરો. તેના નવા પેજમાં આધાર નંબર અને કેપ્ચા ભરો અને OTP મોકલો.

વિગતો ભરો

આ પછી, નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું ચકાસો અને સબમિટ પર ક્લિક કરો. આ પછી પેમેન્ટનો ઓપ્શન આવશે.

પેમેન્ટ કરો

બધી વિગતો ભર્યા પછી, તમારે PVC આધાર માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી, એકનોલોજમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરીને રાખી લો.

આધાર કાર્ડ કેટલા દિવસમાં આવશે?

PVC Aadhaar Card માટે અરજી કર્યા પછી, તેને ઘરે પહોંચવામાં 5 થી 15 દિવસ લાગી શકે છે. તેનું કાર્ડ કદ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જેટલું હોય છે.

આજીવન કેદની સજા કેટલા વર્ષની હોય છે?