હિંદુ ધર્મશાસ્ત્રોમાં નાની કે મોટી દરેક વસ્તુ માટે કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવી શકે છે અને ધનનું આગમન પણ થઈ શકે છે. ઘરના મંદિર માટે પણ કેટલાક નિયમો છે.
આજે અમે આપને જણાવીશું કે, આખરે ઘરના મંદિરમાં કેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ, જેથી આપને યોગ્ય અને સાચી માહિતી મળી રહે...
તમારે ઘરના મંદિરમાં ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ના રાખવી જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો નાશ થઈ શકે છે અને નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે.
ઘરના મંદિરમાં ક્યારેય એકથી વધુ શંખ ન રાખવા જોઈએ. આમ કરવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેનાથી ઘરમાં ધનની કમી થઈ શકે છે.
ઘરના મંદિરમાં ક્યારેય ફાટેલા ધાર્મિક પુસ્તકો ના રાખવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. જેના કારણે તમારા થતા કામો પણ બગડી શકે છે
તમારે મંદિરમાં ગંદા કપડાં ન રાખવા જોઈએ. જેને દેવી-દેવતાઓનું અપમાન માનવામાં આવી શકે છે. જો ગંદા કપડાં રાખવામાં આવે તો તમારી કિસ્મત ક્યારેય ચમકી શકતી નથી અને તમે કાયમ દેવાની સમસ્યાથી ઘેરાયેલા રહી શકો છો.
તમારે ઘરના મંદિરમાં ક્યારેય કરમાયેલા ફૂલો ના રાખવા જોઈએ. જેનાથી તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તમારે મંદિરમાં હંમેશા તાજા ફૂલો રાખવા જોઈએ.