સોયાબીન કોફ્તા કરી સામે પનીર પણ ફીકું લાગશે, જાણો રેસીપી


By Vanraj Dabhi25, May 2025 06:28 PMgujaratijagran.com

સોયાબીન કોફ્તા કરી

સોયાબીન ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ખોરાકમાં કરે છે. પરંતુ જો તમે એ જ જૂની શૈલીની કરી ખાવાથી કંટાળી ગયા છો, તો આજે અમે તમને એક નવી વાનગી વિશે જણાવીશું.

સામગ્રી

લીલા મરચા, લાલ મરચું, આદુ, ધાણા, લસણ, સોયાના ટુકડા, મીઠું, ગરમ મસાલો, ડુંગળી, ટામેટાં, ચણાનો લોટ, દેશી ઘી, તેલ.

સ્ટેપ- 1

સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં સોયાના ટુકડા નાખી ફૂલીને નરમ થઈ જાય, ત્યારે તેને પાણીમાંથી ગાળી લો.

સ્ટેપ-2

હવે ખાંડણીમાં લસણ, મરચું, લાલ મરચું, લીલા ધાણા અને આદુ ઉમેરી બધું બરછટ પીસી લો.

સ્ટેપ-3

સોયાના ટુકડા પીસ્યા પછી, તેમાં વાટેલું આદુ, મરચાં, લસણની પેસ્ટ, હળદર, મીઠું, સમારેલા 2 ડુંગળી, ગરમ મસાલો, ચણાનો લોટ અને ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

બધું બરાબર મિક્સ કર્યા પછી, નાના ગોળા બનાવીને હવે તેને ગરમ તેલમાં તળી લો.

સ્ટે-5

ટામેટાં અને ડુંગળીને મિક્સરમાં પીસી લો અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, ડુંગળી, ટામેટાની ગ્રેવી બનાવીને સોયાબીનના કોફ્તા ઉમેરો.

Monsoon 2025: ભારતમાં સૌથી પહેલા ક્યાં વરસાદ પડે છે?