ઈક્વિટી મ્યુચ્યુઅલમાં રૂપિયા 3.5 લાખ રોકાણ 5થી 10 વર્ષ માટે કરી શકાય છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો. લોંગ ટર્મમાં 12-15 ટકા સુધી સરળતાથી વળતર મળશે
PPFમાં રૂપિયા 1.5 લાખ રોકાણ 15 વર્ષ માટે કરો. PPFમાં અત્યારે વ્યાજ દર 7.1 ટકા છે. તે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે
બેન્કમાં FD સ્વરૂપમાં 1થી 3 વર્ષ માટે રાખી શકાય છે. કારણ કે રોકાણની તેના પર ગેરન્ટી છે
રિયલ એસ્ટેટ/REITsમાં રૂપિયા 1 લાખ રોકાણ 5થી 15 વર્ષ માટે કરો. તેના પર નિયમિત આવક તથા કેપિટલ એપ્રિશિએશનનો લાભ મળશે
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 1 લાખ રોકાણ 3થી 7 વર્ષ માટે કરો. કારણ કે તેમાં ઈન્ફ્લેશન તથા માર્કેટ વોલેટાલિટીથી સુરક્ષા સાથે સારું વળતર મળે છે