આજકાલ ભેળસેળિયા ખોરાક, જંકફૂડ અને બેઠાડુ જીવનશૈલીના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધમાં હાર્ટ સબંધિત સમસ્યા ખૂબ જ સામાન્ય બની રહી છે. તો ચાલો તેના લક્ષણો વિશે વિગતવાર જાણીએ...
જ્યારે છાતીની વચ્ચોવચ્ચ દબાણ, બળતરા, દુખાવો કે ભારેપણા જેવાનો અહેસાસ થાય, તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.આ હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણો પૈકી એક છે.
જો તમને અચાનક શ્વાસ ચઢવા માંડે અથવા સામાન્ય કામ કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો તે હૃદયરોગના હુમલાનું લક્ષણ હોઈ શકે છે.
જો છાતીમાં થતો દુખાવો પીઠ, ગરદન, જડબા કે પેટના ઉપરના ભાગ સુધી ફેલાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.
કોઈ કારણ વિના અચાનક ઠંડો પરસેવો વળવા માંડે, ખાસ કરીને છાતીમાં દુખાવા સાથે આવી રીતે પરસેવો થવા લાગે, તો તે હ્રદય રોગના હુમલાનો સંકેત છે.
મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થવાના કારણે ચક્કર આવવા લાગે છે. જે હાર્ટ પમ્પિંગની ક્ષમતા સંકળાયેલું હોય છે. આજ કારણોસર લોકોને હાર્ટ એટેક આવે છે.
જો તમે છાતીમાં તીવ્ર દુખાવા સાથે ઉલટી થતી હોય, તેવું લાગ્યા કરે તો તે પણ હાર્ટ એટેક આવતા પહેલાની વૉર્નિંગ સાઈન હોઈ શકે છે.