Bajra Roti Benefits: સવારે બાજરીની રોટલા ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ મળે છે? જાણો


By Vanraj Dabhi11, Mar 2025 06:56 PMgujaratijagran.com

બાજરીનો રોટલો

ઘણા લોકો બાજરીના રોટલા ખાવાનું પસંદ હોય છે, તેનું સેવન કરવાથી શરીર માટે ફાયદા મળે છે.

પોષક તત્વો

વિટામિન બી કોમ્પ્લેક્સ, ફાઇબર, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને એન્ટીઑકિસડન્ટ મળે છે.

સ્વાસ્થ્ય લાભો

બાજરીના રોટલા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સવારે આ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ.

હાડકાં મજબૂત કરે

બાજરીની રોટલા ખાવાથી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. આ હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ

બાજરીના રોટલામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.

હિમોગ્લોબિન વધારે છે

બાજરીના રોટલામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ તત્વ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. તેના સેવનથી એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે.

વજન નિયંત્રણ રાખે

બાજરીના રોટલા પચવામાં સમય લાગે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. આથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

IIT બાબાની માર્કશીટએ ભાંડો ફોડ્યો, જાણો બાબાનું સમગ્ર સત્ય