ડોલો 650 આપણા શરીરનો દુખાવો દૂર કરવાનું અને તાવ મટાડવાનું કામ કરે છે. જે મગજના એવા હિસ્સાને અસર કરે છે, જેને દર્દનો અહેસાસ થાય છે. આ સાથે જ શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે.
મોટાભાગના લોકોને ડોલો 650થી કોઈ મોટી સમસ્યા નથી થતી. ક્યારેક-ક્યારેક સામાન્ય પેટમાં દુખાવો, ઝાડા અને એલર્જી જેમકે શરીર પર લાલ ચકામા પડવા જેવી સમસ્યા થઈ શકે છે. જો કે તેની અસર ખૂબ જ ઓછી હોય છે.
કેટલાક લોકોને આ દવાની ગંભીર આડઅસર થઈ શકે છે. જેમ કે ત્વચા પર સોજો, શ્વાસ લેવામાં તકલીફ અથવા ચહેરા અને હોઠનો સોજો. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડોલો 650નું વધુ પડતું સેવન લીવરને નુકસાન પહોંચાડી શકે છે. આ દવા લીવરના કોષોને અસર કરી શકે છે. ખાસ કરીને જ્યારે તે વધુ માત્રામાં લેવામાં આવે અથવા આલ્કોહોલ સાથે લેવામાં આવે.
ડોલો 650 ને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવું જરૂરી છે. વધુ માત્રામાં લેવું નુકસાનકારક હોઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના દવાનો ડોઝ ના વધારશો.
બાળકો અને વૃદ્ધોને ડોલો 650 આપતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમની માત્રા અલગ હોય છે અને તેમને સાઇડ ઇફેક્ટ્સનું જોખમ વધુ હોઈ શકે છે
જો ડોલો 650 લીધા પછી ખૂબ થાક, પેશાબમાં ઘટાડો, કમળો (પીળીયા) કે ત્વચા પર ફોલ્લા દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ લીવરની સમસ્યાના સંકેતો હોઈ શકે છે.