આજકાલ મોબાઈલના ઉપયોગને કારણે લોકો મોડી રાત સુધી જાગે છે અને સૂવે છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. તો ચાલો મોડી રાતે સૂવાથી સ્વાસ્થ્ય પર કેવી નકારાત્મક અસર થાય છે, તેના વિશે જાણીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે.
ઊંઘ પૂરી ના થવાથી શરીરનું સંતુલન બગડી જાય છે. હોર્મોન અસંતુલિત થાય છે અને સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર થાય છે.
મોડી રાતે સૂવાથી યાદશક્તિ અને ફોક્સ કરવાની ક્ષમતા નબળી પડે છે. આ સાથે જ દિવસભર થાક અને એકાગ્રતામાં કમી અનુભવાય છે.
ઊંઘ પુરી ના થવાથી શરીરમાં સતત થાક રહે છે અને દિવસભર એનર્જીની ઉણપ વર્તાય છે. આ સાથે જ કામમાં મન નથી લાગતું.
જો તમે સતત મોડી રાતે સૂવો છો, તો આમ કરવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ સબંધિત સમસ્યાનો ખતરો વધી જાય છે.
મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવા અને અડધી રાતે સૂવાથી મૂડ ખરાબ રહે છે અને સ્ટ્રેસ સરળતાથી વધે છે. જે સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે.
લેટ નાઈટ સૂવાથી ઊંઘમાં કમી આવે છે. ઊંઘ પુરી ના થવાથી ભૂખ વધે છે. જેના પરિણામે શરીરમાં ફેટ જમા થવાનો ખતરો વધી જાય છે. જેનાથી વજન વધી શકે છે.
પુરતો આરામ ના મળવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના પરિણામે બીમાર પડવાનો ખતરો વધી જાય છે.