Cholesterol Levels: તમારું કૉલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ?


By Sanket M Parekh27, Sep 2025 04:00 PMgujaratijagran.com

નસો બ્લોક થવાનો ખતરો

આપણા શરીરમાં કૉલેસ્ટ્રોલ મળી આવે છે, જે લિવર દ્વારા બનતો હોય છે. જો કે કોલેસ્ટ્રોલ વધવાથી અનેક ગંભીર સમસ્યા થતી હોય છે. કોલેસ્ટ્રોલ હાઈ થવા પર શરીરને નસો બ્લોક થવાનો ખતરો વધી જાય છે.

કોલેસ્ટ્રોલનું લેવલ

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. પહેલું ગુડ કોલેસ્ટ્રોલ અને બીજું બેડ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવુંએ આપણી ખાણીપીણી પર નિર્ભર કરે છે.

ટોટલ કોલેસ્ટ્રોલનું લેવલ

20 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, ટોટલ કોલેસ્ટ્રોલનું સ્તર 200 mg/dl ની વચ્ચે હોવું જોઈએ. આના કરતાં વધુ માત્રાને હાઈ માનવામાં આવે છે

ગુડ કોલેસ્ટ્રોલ

શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોવી ફાયદાકારક ગણાય છે. એક વ્યક્તિમાં ગુડ કોલેસ્ટ્રોલ 50 mg/dl અથવા તેનાથી વધારે હોવું જોઈએ.

બેડ કોલેસ્ટ્રોલ

બેડ કોલેસ્ટ્રોલ હૃદય માટે ખરાબ માનવામાં આવે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર 100 mg/dlથી ઓછું હોવું જોઈએ. 100 mg/dl થી વધુનું સ્તર હાઈ કોલેસ્ટ્રોલનો સંકેત આપે છે

ડાયટ પર ધ્યાન આપો

કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ ખોટો આહાર હોય છે.આથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે દવાઓની સાથે-સાથે હેલ્ધી ફૂડ્સને પણ તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ.

હાર્ટની સમસ્યા

શરીરમાં કૉલેસ્ટ્રોલનું લેવલ હાઈ થવા પર હાર્ટ સબંધિત સમસ્યાઓ વકરી શકે છે. હાઈ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે આ ડાયટ ફોલો કરો