કિડની શરીરનું સૌથી અગત્યનું અંગ છે. જે લોહીમાંથી ગંદકી અને વધારાના પાણીને બહાર નીકાળવાનું કામ કરે છે. જ્યારે આપણી કિડની યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે શરીરમાં અનેક સમસ્યા જોવા મળે છે. જેને ભૂલથી પણ નજરઅંદાજ ના કરવા જોઈએ.
જો તમને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય અથવા બિલકુલ ઓછો પેશાબ આવે, તો તે કિડનીની ખરાબીનો સંકેત હોઈ શકે છે. પેશાબનો રંગ પણ ઘેરો થઈ જાય કે તેમાં ફીણ બનવા લાગે, તો સતર્ક થઈ જવું જોઈએ.
શરીરમાં વારંવાર સોજા આવવા એ પણ કિડની ડેમેજનું એક સામાન્ય લક્ષણ છે. ખાસ કરીને સવારે ઉઠ્યા પછી આંખો નીચે, પગમાં કે પગની ઘૂંટીઓમાં સોજો આવવો એ કિડનીની ખરાબી તરફ ઇશારો કરે છે
થાક અને નબળાઈ જલ્દીથી અનુભવાવી એ પણ કિડનીના બગડવાનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે કિડની લોહીને બરાબર સાફ નથી કરતી, ત્યારે શરીરમાં ઝેરી તત્વો (ટોક્સિન) વધે છે, જેનાથી એનર્જી ઓછી થઈ જાય છે
જો ભૂખ ઓછી લાગે, વારંવાર ગભરામણ થાય અથવા ઉલટી થાય, તો આ પણ કિડનીની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. શરીરમાં કચરો જમા થવાથી પેટ સંબંધિત મુશ્કેલીઓ વધી શકે છે
શ્વાસ લેવામાં તકલીફ અથવા પગથિયા ચડતી વખતે શ્વાસ ફૂલવો એ પણ કિડનીના ખરાબ થવા તરફ ઇશારો કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, શરીરમાં પાણી જમા થવા લાગે છે અને લોહીમાં ઑક્સિજનની ઉણપ વર્તાય છે.
બરાબર ઊંઘ ન આવવી અથવા બેચેની અનુભવાય તો એ પણ કિડનીની ખરાબીના શરૂઆતી લક્ષણોમાંનું એક છે. લોહીમાં ગંદકી જમા થવાથી મગજ અને શરીર બંને પર અસર પડે છે
અચાનક વજન ઘટવા લાગે અથવા શરીર ખૂબ નબળું પડવા માડે, તો એ પણ કિડનીની સમસ્યાનું લક્ષણ છે. જ્યારે કિડની શરીરમાંથી ઝેરી તત્વો બહાર નથી કાઢતી, ત્યારે શરીરનું સ્વાસ્થ્ય ઝડપથી બગડવા લાગે છે.