શિયાળામાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી માર્કેટમાં સૌથી વધુ જોવા મળતા હોય છે, તમે લીલી તુવેર અને મેથીનું શાક ઘરે ટ્રાય કરી શકો છો.
મેથી, લીલી તુવેર, તેલ, જીરું, હિંગ, આદુ-મરચાની પેસ્ટ, લીલુ લસણ-ડુંગળી, મીઠું, ડુંગળી, ટમેટા, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, પાણી, કાજુ, સફેદ તલ, સીંગ દાણા, કોથમરી.
સૌ પ્રથમ લીલી તુવેર અને મેથીને ઝીણી સમારીને એક પેનમાં તેલ ગરમ કરી બને સબ્જીને હળવા સાંતળી લો.
હવે એક પેનમા તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ આદુ-મરચાની પેસ્ટ વગેરે મસાલા ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે એક મિક્સર જારમાં કાજુ, સીંગ દાણા, સફેદ તલ અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી ભાજીમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થાડું પાણી નાખી પકાવી તેમાં સાંતળેલ તુવેર મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી કોથમરી ગાર્નિશ કરો.
તૈયાર છે લીલી મેથી તુવેરની ભાજી, તમે રોટલી રોટલા કે નાન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.