Ambaji Temple History: અંબાજી મંદિરનો ઈતિહાસ, દર્શનનો સમય, આરતી અને કેવી રીતે પહોંચવું, જતાં પહેલાં જરૂર વાંચો

Ambaji Temple History: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભારતના પ્રખ્યાત શક્તિપીઠો પૈકીનું એક છે અને ભારતના એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે સંપ્રદાયનો દરજ્જો પ્રાપ્ત છે. માં અંબાના દિવ્ય મહિમાથી હજારો ભક્તો અહીં આવે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 14 Jul 2026 06:00 AM (IST)Updated: Tue, 14 Jul 2026 06:00 AM (IST)
ambaji-temple-history-in-gujarati-darshan-arti-timings-how-to-reach-places-to-visit
અંબાજી મંદિર નો ઇતિહાસ (AI Generated Image)

Ambaji Temple History: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભારતના પ્રખ્યાત શક્તિપીઠો પૈકીનું એક છે અને ભારતના એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે સંપ્રદાયનો દરજ્જો પ્રાપ્ત છે. માં અંબાના દિવ્ય મહિમાથી હજારો ભક્તો અહીં આવે છે. માતા અંબાજીના દર્શનાર્થે દેશના ખૂણે ખૂણેથી ભક્તો અહીં આવે છે. આ યાત્રાધામ, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે આરાસુર પર્વતની ટેકરીઓ પર સ્થિત છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સિરીઝમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશે વિગતે માહિતી આપીશું.

અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે? (History Of Ambaji Temple in Gujarati)

હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા મુજબ, દેશના 51 શક્તિપીઠો પૈકી અંબાજી મંદિર સ્થાન ધરાવે છે. આ ધામની ગણના 'સિદ્ધપીઠ' તરીકે થાય છે. હિંદુ માન્યતા મુજબ, જ્યારે ભગવાન શિવ સતીના દેહને લઈને તાંડવ કરી રહ્યા હતા. ત્યારે આ સ્થળે માતા સતીનું હૃદય પડ્યું હતું. જ્યારે ભગવાન શિવને રોકવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સુદર્શન ચક્રનો પ્રયોગ કરીને સતીના દેહનો વિચ્છેદ કર્યો હતો.

જ્યાં માતા સતીના દેહના પવિત્ર અંગો પડ્યા તે જગ્યાએ શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિના સ્થાને એક પવિત્ર વિશા શ્રી યંત્ર સ્થાપિત છે. આ યંત્ર યુવર્ણ જડિત છે અને કાચબાની પીઠ જેવું આકારમાં ઘડાયેલું છે, જેની ઉપર 51 પવિત્ર બીજમંત્રો છે. જે ગર્ભગૃહ લગભગ 1200 જૂનુ હોવાની માન્યતા છે.

 

દેવી ભગવતીની કથા મુજબ, મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું કે, નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેનો વધ કરી શકાશે નહી. આ વરદાનથી મહિષાસુરે દેવતાઓને હરાવીને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરીને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. મહિષાસુરના આતંકથી ત્રાસીને દેવતાઓએ ભગવાન શિવ પાસે સહાયતા માંગી. મહાદેવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવતાઓએ માતા આધ્યશક્તિની આરાધના કરતાં માતાએ મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા પ્રમાણે શ્રી રામ અને શ્રી લક્ષ્મણ સીતાજીની શોધ કરતાં આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. તેથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણે માતા અંબાજીની આરાધના કરી, આથી માતા અંબાએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું. જેનાથી શ્રી રામે રાવણનો અંત કર્યો હતો.

અંબાજી મંદિરની સ્થાપના કોણે કરી? (Who Built Ambaji Temple?)

naidunia_image

અંબાજી અરવલ્લી પર્વતમાળા પાસે આવેલું સુપ્રસિદ્ધ યાત્રધામ છે. તેની આજુબાજુ રણદિપરા, કુરમ અને ગબ્બર પર્વતને પણ પવિત્ર માનવામાં આવે છે. ગબ્બર પર્વત પર પણ માં અંબાની ઉપસ્થિતિ મનાય છે, અંબાજી મ્ંદિર દંતકથાઓમાં શ્રીકૃષ્ણના સમયથી પુરાણુ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, અહીં શ્રીકૃષ્ણની મુંડન વિધિ કરાઈ હતી. ઐતિહાસિક રીતે જોઈએ અંબાજી મંદિરની સ્થાપના કોઈ ચોક્કસ વ્યક્તિ કે રાજા દ્વારા કરવામાં આવી નથી. પરંતુ તેનો ઈતિહાસ સદીઓ જૂનો છે.

મધ્યકાલીન ઇતિહાસમાં, આ મંદિરનું ઘણી વાર પુનર્નિર્માણ થયું હતું. આધુનિક સમયમાં, મંદિરનું વર્તમાન સ્વરૂપ વર્ષ 1975 થી 1999 ની વચ્ચે જીર્ણોદ્ધાર પછી બન્યું હતું. આ ભવ્ય મંદિર આજે એક ભવ્ય અને સુંદર તીર્થધામ તરીકે ઓળખાય છે. મહાભારત અને રામાયણ કાળમાં પણ અંબા દેવીની પૂજા થતી હોવાનો ઘણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. આઝાદી પહેલા આ મંદિર દાંતા સ્ટેટના પરમાર રાજવીઓના નિયમન હેઠળ આવતું હતું. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. પરંતુ શ્રી વીસા યંત્રનું પૂજન થાય છે.

દર વર્ષે ભાદરવા સુદ અષ્ટમીના પાવન અવસરે અંબાજી ખાતે વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો પગપાળા આવીને માતાના દર્શન કરે છે. અંબાજી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. આ સ્થળ પર ભક્તો મનની શાંતિ, આસ્થા અને શક્તિ માટે આવે છે. માતાના નવ દુર્ગાના રુપમાંનું આ રુપ એક છે. 

અંબાજી મંદિર દર્શન અને આરતીનો સમય 2026 (Ambaji Temple Darshan and Aarti Timings 2026)

જય અંબે! ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન અને આરતીનો સમય ઋતુઓ તેમજ તહેવારો અનુસાર બદલાતો રહે છે. જો તમે 2026માં માતાજીના દર્શને જવાનું આયોજન કરી રહ્યા છો, તો સમયપત્રકની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે.

સામાન્ય દિવસોમાં મંદિર ભક્તો માટે સવારે 07:00 થી 11:30, બપોરે 12:30 થી 04:30 અને સાંજે 06:30 થી 09:00 સુધી ખુલ્લું રહે છે. જોકે, વર્ષ દરમિયાન આવતા મુખ્ય તહેવારો અને ઋતુઓ મુજબના દર્શન અને આરતીના સમયની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

naidunia_image

સામાન્ય દિવસો માટે દર્શન અને આરતીનો સમય (નિયમિત સમય)

સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનું સમયપત્રક નીચે પ્રમાણે રહે છે:

  • સવારની આરતી: 07:00 થી 07:30
  • સવારના દર્શન: 07:30 થી 11:30
  • રાજભોગનો સમય: 12:00 કલાકે
  • બપોરના દર્શન: 12:30 થી 04:30
  • સાંજની આરતી: 06:30 થી 07:00 (આ સમય ઋતુ અને સૂર્યાસ્ત મુજબ બદલાઈ શકે છે)
  • સાંજના દર્શન: 06:30 થી 09:00

ગ્રીષ્મ ઋતુ (ઉનાળાનો સમય) (અખાત્રીજથી અષાઢી એકમ સુધી)

ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધા માટે મંદિરના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવે છે:

સવારના દર્શન 10:45 વાગ્યે બંધ થઈ જાય છે.

બપોરે 12:30 વાગ્યે માતાજીની વિશેષ આરતી કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રિ દર્શન અને આરતીનો સમય(ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી)

ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે. આ દિવસો દરમિયાન દર્શન અને આરતીનો સમય નીચે મુજબ રહે છે:

  • સવારની આરતી: 07:00 થી 07:30
  • સવારના દર્શન: 07:30 થી 11:30
  • સાંજના દર્શન: 07:30 થી 09:00 સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે.

ખાસ નોંધ: તહેવારો, પૂનમ કે ગ્રહણના દિવસોમાં મંદિરના વહીવટીતંત્ર દ્વારા સમયમાં ફેરફાર થઈ શકે છે, તેથી યાત્રા શરૂ કરતા પહેલા સ્થાનિક માહિતી મેળવી લેવી હિતાવહ છે.

naidunia_image

અંબાજી મંદિર કેવી રીતે પહોંચવું? (How To Reach Ambaji Temple)

સડક માર્ગ (By Road)

શ્રી અંબાજી ધામ સડક માર્ગથી સારી રીતે જોડાયેલું છે. આથી ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી એસટી બસો કે પોતાના પ્રાઈવેટ વાહનોથી દર્શન કરવા આવે છે . ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોથી અંબાજી માટે નિયમિત બસ સેવાઓ ઉપલબ્ધ છે. ટેક્સી સેવાઓથી ભક્તો સરળતાથી અંબાજી આવી શકે છે.

  • અમદાવાદથી અંબાજીનું અંતર: 180 કિલોમીટર
  • માઉન્ટ આબુથી અંબાજીનું અંતર: 45 કિલોમીટર
  • રાજકોટથી અંબાજીનું અંતર 389 કિલોમીટર
  • ગાંધીનગરથી અંબાજીનું અંતર: 147 કિલોમીટર

રેલ માર્ગ (By train)

યાત્રાધામ અંબાજીનું નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ સ્થિત છે, જે અંબાજીથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે. આબુ રોડથી અંબાજી સુધી પહોંચવામાં ભક્તો રિક્ષા અથવા ટેક્સીથી આવે તો લગભગ 30-40 મિનિટનો સમય લાગે છે. આબુ રોડ રેલ્વે સ્ટેશન પર ઘણી મુખ્ય ટ્રેનો રોકાતી હોવાથી ભારતનાં વિવિધ શહેરોથી ભક્તો દર્શન કરવા અહીં આવે છે.

વાયુ માર્ગ (By Flight)

અંબાજી મંદિરનું નજીકનું હવાઈ મથક અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે અંબાજીથી લગભગ 180 કિલોમીટર દૂર આવેલું છે. હવાઈ મથકથી અંબાજી સુધી ટેક્સી અથવા બસથી પહોંચી શકાય છે. આ યાત્રામાં લગભગ 3-4 કલાક લાગે છે.

naidunia_image

અંબાજી મંદિર પાસે ફરવાલાયક અને દર્શનીય સ્થળો (Places to Visit Near Ambaji Temple)

  • ગબ્બર પર્વત
  • કુંભારિયા જૈન દેરાસર
  • માનસરોવર
  • કામાક્ષી મંદિર
  • બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય
  • મંગલ્યા વન
  • કૈલાશ હિલ સનસેટ પોઇન્ટ
  • કોટેશ્વર મહાદેવ મંદિર