8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સમગ્ર દેશમાં કર્મચારીઓ તથા પેન્શનર્સ વચ્ચે ભારે ચર્ચા જોવા મળી રહી છે. પગાર, પેન્શન, મોંઘવારી ભથ્થા, રજાઓ તથા અન્ય સુવિધાઓને લઈ કેવા કેવા ફેરફારો થશે તે અંગે હવે પ્રક્રિય વધારે ઝડપભેર આગળ વધવા લાગી છે.
તાજેતરમાં જ દિલ્હી ખાતે અનેક વખત બેઠકો યોજાયા બાદ પગાર પંચ વિવિધ શહેરોમાં જઈને કર્મચારીઓ તથા વિવિધ સંગઠનો સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરશે.
આ મહિના એટલે કે મે મહિના તથા જૂન મહિનાની કેટલીક તારીખો આ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં સંખ્યાબંધ બેઠકો યોજાશે. સૌથી પહેલા 4-5 મે ના રોજ પુણેમાં બેઠક યોજાશે. ત્યારબાદ 18 અને 19 મેના રોજ હૈદરાબાદમાં આ અંગે ચર્ચા યોજાશે. જૂન મહિનામાં 1થી 4 જૂન સુધી શ્રીનગરમાં બેઠક યોજાશે. તથા 8 જૂનના રોજ લદ્દાખમાં અંતિમ તબક્કાની બેઠક યોજવાની દરખાસ્ત છે. 31 મેના રોજ એક વિશેષ તારીખ છે કારણ કે આ દિવસ સુધીમાં કર્મચારીઓ તથા પેન્શનર્સ તેમના સૂચનો જમા કરાવી શકે છે.
પગાર પંચની બેઠકો મારફતે કર્મચારીઓની માંગો, સૂચનો તથા સમસ્યાને સમજવા ઈચ્છે છે. પગારના માળખા, પેન્શન, વિવિધ ભથ્થા, રજાઓ તથા સ્વાસ્થ સુવિધા અને અન્ય સેવાઓ અંગે ચર્ચા યોજાશે. સરકારી કર્મચારીઓએ આ બાબતની નોંધ કરી લેવી જરૂરી છે.
8માં પગાર પંચની ટીમ અગાઉથી જ દિલ્હી તથા આજુબાજુના વિસ્તારોમાં કર્મચારીઓ તથા પેન્શનર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ચુકી છે. બેઠકોમાં વિવિધ સંગઠનો તરફથી પોતાની માંગ રજૂ કરવામાં આવી છે, જે વધારે સારા પગાર માળખા, પેન્શનમાં સુધારો કરવા તથા મોંઘવારી ભથ્થામાં ફેરપાર કરવાની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ અને પેન્શનર્સ તેમના સૂચનો મેમોરેન્ડમ સ્વરૂપમાં રજૂ કરી શકે છે. આ માટેની અંતિમ તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે. અગાઉ આ સમયસીમા ઓછી હતી, પણ વિવિધ સંગઠનોની માંગને આધારે આ અંગે ચર્ચા કરવામાં આવી.
