UpdatedIST

આધાર હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં નવી શાખા શરૂ કરીને ગુજરાતમાં કામગીરીને વધારે મજબૂત કરી

ભારતમાં મકાનોનાં વેચાણમાં દેશમાં ટોચના 15 ટિઅર-2 શહેરોમાં ગુજરાતનું વર્ચસ્વ છે, જેમાં એકમાત્ર અમદાવાદ શહેરે 51,000થી વધારે યુનિટનાં વેચાણ સાથે 33 ટકા પ્રદાન કર્યું છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Sat 21 Feb 2026 04:52 PM (IST)Updated: Sat 21 Feb 2026 04:52 PM (IST)
aadhar-housing-finance-further-strengthens-its-operations-in-gujarat-by-opening-a-new-branch-in-ahmedabad-696214

Aadhar Housing Finance : આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડએ અમદાવાદના નવરંગપુરામાં નવી શાખા શરૂ કરી છે, જેનો ઉદ્દેશ ઓછી અને મધ્યમ આવક ધરાવતા કુટુંબો માટે વાજબી દરે હોમ લોનની સુલભતા વધારવાનો છે. શાખામાં આ વધારો થવાથી ગુજરાતમાં આધારની કુલ શાખાઓની સંખ્યા 74 થશે અને રાષ્ટ્રવ્યાપી સ્તરે એની શાખાઓની સંખ્યા 620થી વધી જશે.

તાજેતરમાં ઉદ્યોગના ડેટામાં જણાવ્યાં મુજબ, ભારતમાં મકાનોનાં વેચાણમાં દેશમાં ટોચના 15 ટિઅર-2 શહેરોમાં ગુજરાતનું વર્ચસ્વ છે, જેમાં એકમાત્ર અમદાવાદ શહેરે 51,000થી વધારે યુનિટનાં વેચાણ સાથે 33 ટકા પ્રદાન કર્યું છે. આ વૃદ્ધિને સરકારે તાજેતરમાં બજેટમાં શહેરી માળખાગત સુવિધા સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રૂ. 2,200 કરોડની ફાળવણીની જાહેરાતથી વધુ ટેકો મળ્યો છે.

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ ઋષિ આનંદે કહ્યું હતું કે, “સરકારે માળખાગત સુવિધાઓ અને શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવાની સાથે અમદાવાદ શહેર મોટા પાયે મકાનની માગ અને ઝડપી વૃદ્ધિ જુએ છે. આ નવી શાખા વિવિધ પરિવારોને તેમનાં ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થશે, જે માટે કંપની સરળ, વિશ્વાસપાત્ર અને સમયસર ધિરાણનો ટેકો પ્રદાન કરશે.”

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના સીઓઓ અનિલ નાયરે કહ્યું હતું કે, “અમે જેને સેવા આપીએ છીએ એ મકાનમાલિકોનો મોટો વર્ગ વિકસતાં અને વંચિત વર્ગોમાંથી આવે છે, જેમાં નાનાં વેપારીઓ, સ્વરોજગારી મેળવતી વ્યક્તિઓ અને મર્યાદિત ઔપચારિક દસ્તાવેજો ધરાવતા ગ્રાહકો સામેલ છે.

“કંપનીના ગુજરાત સર્કલના હેડ નીરવ બૂચે ગુજરાતમાં વાજબી દરે હોમ લોન માટે સુલભતા વધારવાના ભાગરૂપે આ શાખાની શરૂઆતના મહત્વનો પુનરોચ્ચાર કરીને કહ્યું હતું કે, “આ નવી શાખા અમને અમારી વાસ્તવિક સ્તરે કામગીરી વધારવામાં અને અમદાવાદ તથા આસપાસનાં બજારોમાં વધુને વધુ પરિવારો સુધી પહોંચવામાં મદદરૂપ થશે.”