મુંબઈ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના હિસાબ ન થયેલા એટલે કે અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ની મજબૂત શરૂઆત કરી હતી, જેને AUMમાં ઊંચી વૃદ્ધિ, એસેટની સ્થિર ગુણવત્તા અને સતત નફાકારકક્ષમતા જેવા પરિબળોનું પીઠબળ પ્રાપ્ત છે. ત્રિમાસિક ગાળામાં મજબૂત કામગીરી સાથે કંપની ચાલુ વર્ષે માટે નિર્ધારિત વિવિધ લક્ષ્યાંકો હાંસલ કરવાની સારી સ્થિતિમાં છે.
મુખ્ય નાણાકીય કામગીરીની વિગતો :
| વિગત (₹ કરોડમાં) | નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2025-26નો પ્રથમ ત્રિમાસિક ગાળો | વાર્ષિક ધોરણે |
| એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) | 31,364 | 26,524 | 18% |
| વિતરણ | 2,036 | 1,979 | સંદર્ભ નોંધ 1 |
| ચોખ્ખો નફો / કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) | 282 | 237 | 19% |
| નેટવર્થ | 7,853 | 6,616 | 19% |
| ROA (%) | 4.00% | 4.00% | 2 બીપીએસનો સુધારો |
| ROE (%) | 14.70% | 14.70% | 6 બીપીએસનો સુધારો |
| AUM પર GNPA (%) | 1.31% | 1.34% | 3 બીપીએસનો સુધારો |
નોંધ 1: કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી વિતરણ રિપોર્ટિંગને ચેક સુપરત કરવાના આધારથી બદલીને ચેક ક્લીઅર (રિયલાઇઝેશન)ના આધાર પર કરી દીધું છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચેક સુપરત કરવાને આધારે વિતરણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને ₹ 23,590 મિલિયન રહ્યું હતું.
કંપનીની મુખ્ય કામગીરીઓ : નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો
- 30 જૂન, 2026 સુધી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 18 ટકા વધીને ₹ 31,364 કરોડ થઈ હતી, જે 30 જૂન, 2025ના રોજ ₹ 26,524 કરોડ હતી
- 30 જૂન, 2026ના રોજ લૉન ખાતાઓની કુલ સંખ્યા 3,40,000+ હતી
- નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધીને ₹ 282 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹ 237 કરોડ હતો
- 30 જૂન, 2026ના રોજ નેટવર્થ ₹ 7,853 કરોડ હતી
- નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એસેટ પર વળતર (ROA) 4.0% અને ઇક્વિટી પર વળતર (ROE) 14.7% હતું
- 30 જૂન, 2026ના રોજ કુલ બિનકાર્યક્ષમ અસ્કયામત (NPA) 1.3% હતી, જે એસેટની સ્થિર ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે.
આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના MD & CEO ઋષિ આનંદે કહ્યું હતું : "આધાર હાઉસિંગ ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2026-27ની સ્થિર શરૂઆત કરી છે, વ્યવસાયમાં ઊંચા વિસ્તરણ સાથે પોતાની વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે, સાતત્યપૂર્ણ વિતરણ વૃદ્ધિ કરી છે અને સ્વતંત્ર ધોરણે એસેટની ગુણવત્તા જાળવી છે. 30 જૂન, 2026ના રોજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 18 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 31,364 કરોડ હતી, તો ત્રિમાસિક ગાળા માટે કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 282 કરોડ થયો હતો.
ત્રિમાસિક સમયગાળા દરમિયાન ઓછી આવક ધરાવતા જૂથ માટે હાઉસિંગ માટે કામગીરીનું વાતાવરણ સાનુકૂળ જળવાઈ રહ્યું છે, જેને ઊંચી માગ, સ્થિર વાજબીપણું તથા ટિઅર 2 અને ટિઅર 3 બજારોમાં સતત મજબૂતીનું પીઠબળ મળ્યું હતું. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત જળવાઈ રહ્યાં છે, જે માટે મૉર્ગેજની ઓછી પહોંચ, શહેરીકરણમાં વધારો અને દેશમાં વાજબી કિંમત ધરાવતા મકાનોની સારી જરૂરિયાત, ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને ઓછી આવક ધરાવતા જૂથો (LIG)માં વગેરે પરિબળો જવાબદાર છે. જેમ જેમ PMAY-U 2.0 અમલીકરણને વેગ મળે છે અને ધિરાણ મળવાની પ્રક્રિયા સરળ થતી જાય છે, તેમ તેમ આ ક્ષેત્ર માટે સંભવિતતા રચનાત્મક જળવાઈ રહી છે, જેમાં હાઉસિંગ ફાઇનાન્સ ક પનીઓ તેમની વિવિધતાસભર ફંડિંગ પ્રોફાઇલ મારફતે અને લિક્વિડિટી (નાણાકીય પ્રવાહિતતા) માટે સ્થિર સુલભતા મારફતે આ તકોનો લાભ લેવાની સારી સ્થિતિમાં છે.
અમે ધિરાણની સેવાથી વંચિત કે ઓછી ધરાવતા બજારોમાં હાઉસિંગ ફાઇનાન્સની પહોંચ વધારવા કટિબદ્ધ છીએ, પરંતુ વિકાસની ઘણી સંભાવનાઓ છે. અમારું અર્બન એન્ડ ઇમર્જિંગ બ્રાન્ચ મૉડલ આ વ્યૂહરચનાને આગળ વધારે છે તથા અમારું નેટવર્ક 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 628 શાખાઓમાં ફેલાયેલું છે. બજારમાં બહોળી પહોંચ અને શાખાની શ્રેષ્ઠ ઉત્પાદતા સાથે તાલમેળ સાથે અમે વાજબી હાઉસિંગ ફાઇનાન્સની વધતી માગનો લાભ લેવાની સારી સ્થિતિમાં છીએ.
અમે ટેકનોલૉજીમાં સતત રોકાણ કરી રહ્યાં છઈએ, જેથી અમારી લૉન આપવાની, ગ્રાહકની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની અને તેમને સેવા આપવાની અમારી રીતો મજબૂત થઈ છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે મુખ્ય વ્યવસાયિક પ્રક્રિયાઓમાં અમારી AI અને ડિજિટલ ક્ષમતાઓને શ્રેષ્ઠ બનાવી છે, જેથી કાર્યકારી ક્ષમતા, કાર્યદક્ષતા, ધિરાણનું મૂલ્યાંકન અને ગ્રાહકને અનુભવમાં સુધારો થયો છે. જેમ જેમ આ ક્ષમતાઓ વિકસી રહી છે, તેમ તેમ અમે મજબૂત વહીવટ માટે કટિબદ્ધ છીએ. અમે અમારા AI ફ્રેમવર્કને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) મૉડલ રિસ્ક મેનેજમેન્ટ માર્ગદર્શનના મુસદ્દાને અનુરૂપ બનાવી રહ્યાં છીએ. સાથે સાથે, માનવીય નિરીક્ષણ પણ સુનિશ્ચિત કરીએ છીએ.
શ્રેષ્ઠ કાર્યદક્ષતા અને શિસ્તબદ્ધ જોખમ વ્યવસ્થા અમારી કાર્યશૈલીનાં કેન્દ્રમાં છે. સમજદારી સાથે જાહેરાત, અસરકારક કલેક્શન અને જોખમનું મજબૂત ફ્રેમવર્ક મારફતે અમે ઉત્પાદકતા વધારવા અને ટકાઉ વિકાસ હાંસલ કરવાની સાથે સાથે અમારો પોર્ટફોલિયો પણ મજબૂત જાળવી રાખ્યો છે.
ઓછી આવક ધરાવતા લોકો માટે હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રને અનુકૂળ માળખાગત પરિબળોનું સમર્થન પ્રાપ્ત છે એટલે અમારું માનવું છે કે, આધાર હાઉસિંગ ફાઇનાન્સ વિકાસના આગામી તબક્કા માટે સારી સ્થિતિમાં છે. અમારું ધ્યાન ઘરનો માલિકીનો અધિકાર વધારવા, કાર્યકારી ક્ષમતાઓને મજબૂત કરવા અને અંડરરાઇટિંગના સારાં ધારાધોરણો જાળવવા પર છે, જેથી ગ્રાહકો, શેરધારકો અને તમામ હિતધારકો માટે લાંબા સમય સુધી ચાલતું મૂલ્ય ઊભું થઈ શકે.”
કંપની પ્રથમ ત્રિમાસિક ગાળાની મજબૂત કામગીરીએ વિતરણ, AUM અને નફા પર મધ્યમ ગાળાના ગાઇડન્સને હાંસલ કરવાનો એનો ભરોસો વધાર્યો છે.
