Adani Group Stake Sells: દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ના ગ્રુપે એક મહત્વનું પગલું ભર્યું છે. અદાણી વિલ્મરમાં હિસ્સેદારીનું વેચાણ કર્યાં બાદ અદાણી ગ્રુપે વધુ એક મોટી ડિલ કરી છે.
અદાણી ઈન્ટરપ્રાઈસિસ લિમિટેડ (Adani Enterprises Limited)ની સહાયક કંપનીઓ PT Adani Global Indonesiaમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારીને બેચી દીધી છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આ ડિલ સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે અને હવે PT Adani Global અને તેની પેટાકંપની, અદાણી ગ્રુપની સ્ટેપ-ડાઉન પેટાકંપની રહેશે નહીં.
કંપનીએ આપેલી માહિતી પ્રમાણે આ ડિલ અદાણીની બે વિદેશી કંપનીઓ- અદાણી ગ્લોબલ લિમિટેડ (મૌરેશિયસ), અને અદાણી ગ્લોબલ PTE લિમિટેડ (સિંગાપુર) મારફતે પૂરી કરવામાં આવી છે. આ ડિલની અગાઉ 6 નવેમ્બર 2025ના રોજ શેરબજારને માહિતી આપવામાં આવી હતી. જોકે વ્યવહાર પૂરા થઈ ગયા છે અને કંપનીએ તેની પૃષ્ટી આપી છે.
આ માહિત શા માટે ચર્ચામાં છે?
તાજેતરમાં અદાણીએ અદાણી વિલ્મરમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો છે અને હવે પીટી અદાણી ગ્લોબલ(PT Adani Global)માંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયો છે. હવે એવું માનવામાં આવે છે કે અદાણી ગ્રુપ તેના વ્યવસાયને ફરીથી આકાર આપી રહ્યું છે અને જરૂરી લાગતી કંપનીઓમાં વધુ રોકાણ કરશે.
PT Adani Global Indonesiaમાં રિસોર્સ અને ટ્રેડિંગ જેવી કામગીરી કરતી હતી. હિસ્સેદારીના વેચાણ બાદ હવે આ તમામ યુનિટસ અદાણી એન્ટરપ્રાઈસિસથી અલગ થઈ ગયા છે.
કંપનીએ શું કહ્યું?
કંપનીના દસ્તાવેજો જણાવે છે કે અમારી બંને વિદેશી પેટાકંપનીઓએ પીટી અદાણી ગ્લોબલમાં તેમનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. આ કંપની અને તેની પેટાકંપનીઓ હવે અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન પેટાકંપનીઓ રહેશે નહીં.
આ સોદા બાદ બજારમાં એવી ચર્ચા છે કે અદાણી ગ્રુપ હવે તેના મુખ્ય વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. રોકાણકારો ભવિષ્યમાં ગ્રુપની નવી દિશા પર નજર રાખશે.
