Adani Ports Mundra:મુન્દ્રા, અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે કન્ટેનર જહાજ MSC AMBRA પર 21,085 TEUsનું એટલે કે કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક પોર્ટ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના કોઈ પણ પોર્ટ પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિએ નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કરવાની સાથે ભારતના અગ્રણી વ્યાપારી પોર્ટ તરીકે મુન્દ્રા પોર્ટનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. ઉપરાંત, દેશના સતત વિકસી રહેલા કન્ટેનરાઇઝ્ડ કાર્ગો વેપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે પણ મુન્દ્રા પોર્ટની ભૂમિકા વધુ સુદૃઢ બની છે.
MSC AMBRA વિશ્વમાં કાર્યરત સૌથી વિશાળ કન્ટેનર જહાજોમાંનું એક છે. તેના વિરાટ કદનો અંદાજ લગાવવા ચાર ફૂટબોલ મેદાનને એક પછી એક સીધી હરોળમાં ગોઠવવામાં આવ્યાં હોય. આ જહાજની લંબાઈ 400 મીટર અને પહોળાઈ 61.54 મીટર છે. તેનું 256,228 મેટ્રિક ટનનું ડિસ્પ્લેસમેન્ટ અંદાજે 42,700 હાથીઓના સંયુક્ત વજન જેટલું છે. આગમન સમયે જહાજનો ફોરવર્ડ ડ્રાફ્ટ 15.10 મીટર અને આફ્ટ ડ્રાફ્ટ 15.15 મીટર હતો. આટલા વિશાળ જહાજને સુરક્ષિત રીતે હેન્ડલ કરવા માટે જરૂરી અદ્યતન મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીપ-ડ્રાફ્ટ ક્ષમતાને આ ઓપરેશન પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સ મુન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, “MSC AMBRA પર 21,085 TEUsનું હેન્ડલિંગ મુન્દ્રા પોર્ટ અને ભારતના મેરીટાઇમ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ છે. અગાઉના રાષ્ટ્રીય વિક્રમ કરતાં 4,516 TEUs વધુ હેન્ડલ કરવાથી અમારી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેક્નોલોજી અને ઓપરેશનલ ક્ષમતાઓની મજબૂતાઈ સાબિત થાય છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ટીમ મુન્દ્રા પોર્ટ અને તમામ સહયોગી ટીમોના સુવ્યવસ્થિત આયોજન, સુમેળભર્યા સંકલન તેમજ સલામતી અને શ્રેષ્ઠ સેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
