Loan Recovery Harassment Ban:બેંક કે રિકવરી એજન્સી લોન વસૂલાત માટે ગ્રાહકોને ડરાવી કે ધમકાવી શકશે નહીં, રિઝર્વ બેંક જાહેર કરશે નવા નિયમો

રિઝર્વ બેંકના નવા નિયમોની ખાસ વાત એ છે કે રિકવરી એજન્ટોના વ્યવહાર, કોલ કરવાને લગતો સમય, વિઝીટ તથા ત્યા સુધી કે મોબાઈલ ફોનને લગતા નિયમો અંગે સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 21 May 2026 04:37 PM (IST)Updated: Thu, 21 May 2026 04:37 PM (IST)
as-per-new-rules-of-rbi-banks-or-recovery-agencies-will-not-able-to-intimidate-or-threaten-customers-for-loan-recovery

Loan Recovery Rules: બેંક લોની રિકવરી કરવાને લગતા નિયમોમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) નવા નિયમ જાહેર કરવાની તૈયારીમાં છે. આ નવા નિયમો જાહેર કરવા પાછળ RBIનો ઉદ્દેશ રિકવરી સિસ્ટમ (Recovery System)ને વધારે પરદર્શક અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

જો આ નિયમો લાગુ થશે તો બેંકો તથા રિકવરી એજન્સીઓની કામગીરી કરવાની રીતમાં નોંધપાત્ર પ્રમાણમાં ફેરફા જોવા મળી શકે છે. અલબત મધ્યસ્થ બેંક 1લી ઓક્ટોબર 2026થી જ આ નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે.

ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે

રિઝર્વ બેંકના નવા નિયમોની ખાસ વાત એ છે કે રિકવરી એજન્ટોના વ્યવહાર, કોલ કરવાને લગતો સમય, વિઝીટ તથા ત્યા સુધી કે મોબાઈલ ફોનને લગતા નિયમો અંગે સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે.

સવારે 8થી સાંજના 7 વાગ્યા વચ્ચે ગ્રાહકોનો સંપર્ક

હવે નિયત સમયમાં જ કોલ કરી શકાશે અને વિઝીટ કરી શકાશે. રિઝર્વ બેંક (RBI)એ સ્પષ્ટ કહ્યું છે કે રિકવરી એજન્ટ્સ સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકે છે. તે સમય સીવાય કોઈ સમયે કોલ કરી શકાશે નહીં કે પછી વિઝીટ લઈ શકાશે નહીં. અલબત ગ્રાહક આ સમય સીવાયના સમયને લઈ માંગ કરવામાં આવે તો તે બાબત અપવાદરૂપ રહેશે.

વારંવાર કોલ કરવા, સતત ડરાવવા, અપશબ્દોનો ઉપયોગ કરવો અથવા તો સોશિયલ મીડિયા પર બદનામી કરવા જેવી હરકતો પર નિયંત્રણ લાદવામાં આવશે, આ બાબત રિઝર્વ બેન્કની ગાઈડલાઈન એટલે કે નવા નિયમોમાં ખાસ મહત્વ ધરાવે છે.

રિકવરી એજન્ટ્સને તાલીમ ફરજિયાત

રિકવરી એજન્ટ્સ માટે ટ્રેનિંગની જરૂર પડશે. નવા નિયમો હેઠળ રિકવરી એજન્ટ્સ માટે ટ્રેનિંગ જરૂરી બનાવવામાં આવશે. એજન્ટ્સે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ બેન્કિંગ એન્ડ ફાયનાન્સ એટલે કે IIBF અથવા તો અન્ય કોઈ તાલીમ સંસ્થામાંથી તાલીમ લેવાની રહેશે. આ સાથે જ એજન્સીઓના એજન્ટ્સોનું બેકગ્રાઉન્ડની યોગ્ય રીતે ખરાઈ કરવામાં આવશે.