plastic currency notes દેશમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિકની ચલણી નોટો શરૂ થશે? મધ્યસ્થ બેંકે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું

RBI ટૂંક સમયમાં દેશમાં પોલીમર નોટોના સંચાલનનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના માટે વ્યાપક પ્રમાણમાં તૈયારી થઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 17 Jul 2026 03:59 PM (IST)Updated: Fri, 17 Jul 2026 03:59 PM (IST)
will-plastic-currency-notes-be-introduced-in-the-country-soon-central-bank-issues-global-tender

Plastic Currency Notes In India:ભારતમાં ટૂંક સમયમાં કાગળને બદલે પ્લાસ્ટિકની ચલણી નોટો જોવા મળશે. તાજેતરના ઘટનાક્રમને ટાંકીને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પોલીમર નોટને ચલણમાં લાવવાની તૈયારી થઈ રહી છે. RBI ટૂંક સમયમાં દેશમાં પોલીમર નોટોના સંચાલનનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના માટે વ્યાપક પ્રમાણમાં તૈયારી થઈ રહી છે.

રો મટેરિયલ માટે ગ્લોબલ ટેન્ડર ઈશ્યુ

દેશના કરન્સી સિસ્ટમમાં મોટા સુધારાની દિશામાં આગળ વધતા RBIએ પોલીમર નોટને ચલણમાં લાવવાના પાયલટ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. NDTVએ સૂત્રોને ટાંકી કહ્યું છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત RBIની નોટ પ્રીન્ટિંગ શાખા એટલે કે Note Printing Armએ નોટો છાપવા માટે ઓપેસિફાઈડ પોલિમર સબ્સટ્રેટ શીટ એટલે કે પ્લાસ્ટિક નોટ તૈયાર કરનાર બેઝ મટેરિયલ માટે એક ગ્લોબલ ટેન્ડર પાણ જારી કરી દીધુ છે. EOI અંતર્ગત ટેન્ડરમાં બિડ કરવા 8 ઓગસ્ટ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે.

ક્યારથી ચલણમાં આવશે નવી નોટો

અહેવાલમાંથી મળેલી માહિતી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોલીમર નોટો ચલણમાં લાવવા માટે તૈયારી થઈ રહી છે. અને રૂપિયા 10-20 નોટો સાથે તેનું સંચાલન પણ શરૂ થવાની શક્યતા છે. જોકે અત્યાર સુધીમાં તેના ચલણની તારીખને લઈ કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. મીડિયા અહેવાલો પ્રમાણે પ્લાસ્ટિક નોટોના ફુલ સ્કેલ રોલઆઉટ વર્ષ 2027થી શરૂ થઈ શકે છે.