ખાતર સબસિડી- યુરિયા ફોર્માલ્ડીહાઇડ રેઝિન ઉદ્યોગ અને ખેડૂતો પર અસર,વૈશ્વિકસ્તરે વધતા ભાવ વચ્ચે સરકારી તિજોરી પર બોજ

ભારત સરકારે FY25-26 માટે યુરિયા સબસિડીમાં ₹1.18 લાખ કરોડ ફાળવ્યા છે, પરંતુ સબસિડીવાળા યુરિયાનું UF રેઝિન ઉદ્યોગમાં ડાયવર્ઝન ચિંતાજનક છે. વૈશ્વિક ભાવ વધવા છતાં ખેડૂતોને ₹266.50માં યુરિયા મળે છે, જે સરકારી તિજોરી પર મોટો બોજ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 07 Aug 2026 07:35 PM (IST)Updated: Fri, 07 Aug 2026 07:35 PM (IST)
fertilizer-subsidy-impact-on-urea-formaldehyde-resin-industry-and-farmers-burden-on-government-exchequer-amid-rising-global-prices

Fertilizer Subsidy:ભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26માં યુરિયા સબસિડી માટે આશરે રૂપિયા 1,18,899.50 કરોડ ફાળવેલ છે અને કુલ યુરિયા વેચાણ 364 લાખ મેટ્રિક ટન (LMT) નો અંદાજ લગાવ્યો છે, જ્યારે કુલ ઉપલબ્ધતાનું લક્ષ્ય 419 LMT રાખવામાં આવ્યું છે.

ખાતર સબસિડીનો બોજ સરકારની તિજોરી પર  

વૈશ્વિક ભાવમાં વધારો થવાને કારણે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ખાતર સબસિડીનો બોજ પહેલેથી સરકારની તિજોરી પર અસર કરી રહી છે. અમેરિકા-ઈરાન યુદ્ધ અને તે અગાઉ રશિયા-યુક્રેન યુધ્ધની સ્થિતિએ યુરિયા ખાતરના વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે ઘરઆંગણે સરકાર આ બોજને કંઈક હસ્તક પોતાના પર લઈ રહેલ છે. સરકારે નાણાકીય વર્ષના પ્રથમ સાડા ત્રણ મહિના દરમિયાન આશરે રૂપિયા 70,000 કરોડથી વધુનો ઉપયોગ કર્યો છે.


આ નોંધપાત્ર જાહેર ખર્ચ હોવા છતાં પીક કૃષિ સિઝન દરમિયાન દેશના ઘણા ભાગોમાં અછત અને પુરવઠા-શ્રૃખલાને અસરને લગતી માહિતી છાસવારે આવતી હોય છે. ઘણી વખત મધ્યસ્થીઓ,ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓના નેટવર્ક સબસિડીવાળા કૃષિ યુરિયાના UF રેઝિન ઉત્પાદકો તરફ કથિત ડાયવર્ઝન અંગે વિશ્વસનીય ચિંતા ઉભી રહતા હોય છે.


સબસિડીયુક્ત કૃષિ યુરિયા દરે વેચાય છે, જ્યારે ઔદ્યોગિક વપરાશકર્તાઓ પાસેથી બિન-સબસિડીવાળા ઇનપુટ ખરીદવાની અપેક્ષા રાખવામાં આવે છે.જેમ કે ભારતના અંદાજિત વાર્ષિક યુરિયા વેચાણ આશરે 364 LMT પૈકી 1% જેટલું પણ ડાયવર્ઝન થાય તો જથ્થા પૈકી વાર્ષિક 3.6 લાખ મેટ્રિક ટનથી વધુ હોઈ શકે છે, જે સંભવિત રીતે મોટા પાયે સબસિડી લીકેજ દર્શાવે છે.UF રેઝિનનો ઉપયોગ પ્લાયવુડ, પાર્ટિકલ બોર્ડ, MDF, લેમિનેટ અને ફર્નિચરના ઉત્પાદનમાં વ્યાપકપણે થાય છે. સ્થાપિત રેઝિન ક્ષમતા અને ઘોષિત ઔદ્યોગિક યુરિયા પ્રાપ્તિ વચ્ચેની સરખામણી નોંધપાત્ર વિસંગતતા જાહેર કરી શકે છે.

કથિત ડાયવર્ઝન કાયદેસર વ્યવસાયોના ભોગે બિન-અનુપાલન ઉત્પાદકોને લાભ આપીને અસમાન રમતનું ક્ષેત્ર બનાવે છે.વૈશ્વિક પુરવઠા વિક્ષેપોના સમયગાળા દરમિયાન ડાયવર્ઝન કરાયેલ દરેક ટન યુરિયા કૃષિ ઉપલબ્ધતા અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાને સીધી અસર કરે છે.

ખેડૂતોને કેટલુ મળે છે ખાતર


નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ભાવ હોવા છતાં, સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર પૂરું પાડી રહી છે. ખેડૂતોને હવે 45 કિલો યુરિયાની થેલી માત્ર રૂપિયા 266.50માં મળી રહી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ રૂપિયા 4000 પ્રતિ થેલીથી વધુ છે. માર્ચ 2018 થી આ ભાવ યથાવત છે.