Gold Silver Price Today Live: સોના-ચાંદીના ભાવમાં કડાકો, લગ્નની સીઝન પૂર્વે ગ્રાહકોને મોટી રાહત; જાણો શું છે ઘટાડા પાછળના મુખ્ય કારણો

Gold Silver Price Today Live: જાણો ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 10 Apr 2026 08:28 AM (IST)Updated: Fri 10 Apr 2026 11:41 AM (IST)
gold-silver-price-today-april-10-mcx-mmtc-rates-in-mumbai-delhi-chennai-ahmedabad-vadodara-rajkot-surat-aaj-no-sona-chandi-no-bhav-725073

Gold Silver Price Today Live Updates 10 April 2026, (આજનો સોના ચાંદીનો ભાવ): લગ્નની સીઝન શરૂ થાય તે પહેલા ઘરેણાં ખરીદનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક પરિબળો અને આર્થિક ડેટાની અસરને કારણે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.

Gold Silver Price Today Live: સ્થાનિક બજારમાં ભાવની સ્થિતિ (MCX)

શુક્રવાર, 10 એપ્રિલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. સોનાના ભાવમાં 0.56% નો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ભાવ ઘટીને ₹152,561 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 0.7% નો ઘટાડો નોંધાયો હતો અને તે ₹242,067 પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.

Gold Silver Price Today Live: આંતરરાષ્ટ્રીય બજારમાં મિશ્ર વલણ

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.2% ઘટીને $4,755.84 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.8% ઘટીને $4,779.20 પર સ્થિર થયું હતું. તેની સામે હાજર ચાંદીમાં 0.1% નો સામાન્ય વધારો જોવા મળ્યો હતો અને તે $75.11 પ્રતિ ઔંસ પર પહોંચી હતી.

Gold Silver Price Today Live: ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોના અને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા પાછળ કેટલાક મુખ્ય પરિબળો જવાબદાર છે. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર મજબૂત બનતા સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી વાટાઘાટો શરૂ થવાના સંકેતો મળતા ભૂ-રાજકીય તણાવમાં થોડી રાહત જોવા મળી છે, જેના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાનું આકર્ષણ ઘટ્યું છે. ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો મુલતવી રાખવાની શક્યતાઓને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ અસર પડી છે.

Gold Silver Price Today Live: વૈશ્વિક ગતિવિધિઓ પર નજર

આ શનિવારે ઇસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓ અને અમેરિકી પ્રતિનિધિમંડળ (જેનું નેતૃત્વ ઉપપ્રમુખ જેડી વાન્સ કરશે) વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ વાટાઘાટોમાં જો કોઈ સકારાત્મક ઉકેલ આવશે તો બજારમાં વધુ સ્થિરતા આવી શકે છે. બીજી તરફ, રોકાણકારો હવે માર્ચ મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે ફુગાવાની સ્થિતિ સ્પષ્ટ કરશે.

આજે 10 એપ્રિલના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર

અમદાવાદમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Ahmedabad)

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,520 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Surat)

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,520 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Vadodara)

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,520 પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Rajkot)

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,520 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Delhi)

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,620 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Mumbai)

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,470 પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Kolkata)

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,470 પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Bengaluru)

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,470 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Hyderabad)

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,51,470 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Chennai)

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ છે.

Gold Silver Price Today Live: મિસ્ડ કોલથી જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા હવે સરળ રીત ઉપલબ્ધ છે. ગ્રાહકો મિસ્ડ કોલ દ્વારા પણ સોનાના દર જાણી શકે છે. તેના માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવો રહેશે. મિસ્ડ કોલ કર્યા બાદ થોડા જ સમયમાં SMS દ્વારા સોનાનો ભાવ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સોનાના દર ચકાસવા માટે ibjarates.com જેવી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકાય છે.

Gold Price Today Live: 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું ફરક?

24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું આશરે 91% શુદ્ધ ગણાય છે. 22 કેરેટ સોનામાં લગભગ 9% અન્ય ધાતુઓ - જેમ કે તાંબુ, ચાંદી અથવા જસત મિશ્રિત કરવામાં આવે છે, જેથી તેમાંથી ઘરેણાં બનાવવું સરળ બને. અત્યંત શુદ્ધ હોવાના કારણે 24 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવાતાં નથી; તેથી બજારમાં મોટા ભાગે 22 કેરેટ સોનું વેચાય છે.

Gold Price Today: સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી?

સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક ચિહ્નો જોવું જરૂરી છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (Indian Standard Organization) દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 22 કેરેટ પર 920, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સામાન્ય વપરાશમાં 22 કેરેટ સોનું વધુ પ્રચલિત છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટ જેટલું વધુ, સોનું તેટલું વધુ શુદ્ધ માનવામાં આવે છે.