અમદાવાદમાં આજે સોના-ચાંદીના ભાવ (5 ઓગસ્ટ 2026) | Gold Silver Price Today Ahmedabad (August 5, 2026): Latest 22K & 24K Gold Rates

આ સાથે શુદ્ધ સોનાનો ભાવ આજે અમદાવાદ ખાતે રૂપિયા 1,50,000ની અત્યંત મહત્વની સપાટીને સ્પર્શી ગયો છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ (Silver Price In Ahmedabad) રૂપિયા 2000 વધી રૂપિયા 2,24,000 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 05:12 PM (IST)Updated: Wed, 05 Aug 2026 05:12 PM (IST)
gold-silver-prices-today-ahmedabad-august-5-latest-22k-24k-gold-latest-jewellery-market-rates

Gold Silver Price Today Ahmedabad (August 5, 2026):સોનાના ભાવમાં આજે 5 ઓગસ્ટ 2026ના રોજ ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 3500 વધી રૂપિયા 1,50,000 થયો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 3500 ઉછળીને રૂપિયા 1,49,700 થયો છે.

આ સાથે શુદ્ધ સોનાનો ભાવ આજે અમદાવાદ ખાતે રૂપિયા 1,50,000ની અત્યંત મહત્વની સપાટીને સ્પર્શી ગયો છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ (Silver Price In Ahmedabad) રૂપિયા 2000 વધી રૂપિયા 2,24,000 થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price In International Market)માં ભારે તેજી જોવા મળી રહી છે. ઔંસદીઠ સોનાનો ભાવ 77.03 ડોલર એટલે કે 1.87 ટકા ઉછળી 4,171.97 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ઐંસદીઠ ભાવ 1.75 ડોલર એટલે કે 2.92 ટકા વધી 61.77 ડોલર પર કામકાજ થતું હતું.

MCX સોના-ચાંદીનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો ઓક્ટોબર મહિના માટેનો વાયદો 10 ગ્રામદીઠ રૂપિયા 2,165 એટલે કે 1.5 ટકા ઉછળી રૂપિયા 1,46,464 થયો છે.

સોના-ચાંદીમાં શા માટે તેજી આવી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેના ચાવીરૂપ દરો રેટો રેટ (Key Rate-Repo Rate) 5.25ના સ્તર પર સતત ચોથી નાણા નીતિની બેઠકમાં યથાવત એટલે કે કોઈ જ ફેરફાર કર્યાં વગર જાળવી રાખ્યો છે. આ ઉપરાંત અમેરિકા-ઈરાન યુદ્ધ (Americal-Iran War)ના મોરચે શાંતિ સ્થપાય તેવા આશાવાદ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે અને તે બેરલદીઠ 80 ડોલરથી નીચે આવી ગયો છે.