Gold Silver Price Today Ahmedabad:અમદાવાદ સોનાનો ભાવ બે દિવસમાં રૂપિયા 6500 વધી ગયો,સોના-ચાંદીના આજના ભાવ જાણો

અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 3000 ઉછળીને રૂપિયા 1,52,700 થયો છે. આ સાથે શુદ્ધ સોનાનો ભાવ અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં રૂપિયા 6,500 વધ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 06:17 PM (IST)Updated: Thu, 06 Aug 2026 06:17 PM (IST)
gold-silver-prices-today-ahmedabad-august-6-latest-22k-24k-gold-latest-jewellery-market-rates

Gold Silver Price Today Ahmedabad (August 6, 2026):સોનાના ભાવમાં આજે 6 ઓગસ્ટ 2026ના રોજ સતત બીજા દિવસે ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 3000 વધી રૂપિયા 1,53,000 થયો છે.

અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 3000 ઉછળીને રૂપિયા 1,52,700 થયો છે. આ સાથે શુદ્ધ સોનાનો ભાવ અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં રૂપિયા 6,500 વધ્યો છે.જોકે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ (Silver Price In Ahmedabad) રૂપિયા 2,24,000 યથાવત રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price In International Market)માં ભારે તેજી જોવા મળી રહી છે. ઔંસદીઠ સોનાનો ભાવ 25.55 ડોલર એટલે કે 0.60 ટકા ઉછળી 4,269 ડોલર થયો છે.જ્યારે ચાંદીનો ઐંસદીઠ ભાવ 0.21 ડોલર એટલે કે 0.33 ટકા ઘટી 61.87 ડોલર પર કામકાજ થતું હતું.

MCX સોના-ચાંદીનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો ઓક્ટોબર મહિના માટેનો વાયદો 10 ગ્રામદીઠ રૂપિયા 1,096 એટલે કે 0.70 ટકા ઉછળી રૂપિયા 1,49,557 થયો છે.