Gold Price Explainer:શું સોનું સસ્તુ થશે? ફેડરલ રિઝર્વનો નિર્ણય અને ઈરાન તણાવ પર છે રોકાણકારોની ચાંપતી નજર

બજારના નિષ્ણાતો પણ સોનાને એક મજબૂત રોકાણ માધ્યમ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે વિશ્વભરમાં વધી રહેલું દેવું, સતત મોંઘવારીનું ઊંચુ પ્રમાણ, મધ્યસ્થ બેંકો તરફથી સોનાની ખરીદી અને સોનાનું મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન આગામી સમયમાં તેની કિંમતોને મજબૂત આધાર આપી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 06:26 PM (IST)Updated: Wed, 05 Aug 2026 06:26 PM (IST)
us-federal-reserves-interest-rate-decision-and-iranus-tensions-will-affect-gold-prices

Gold Price News:આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં સોનાના ભાવમાં ભારે વધઘટ થઈ રહી છે. આ સ્થિતિમાં રોકાણકારો સામે બે મોટા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન અમેરિકાની ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજ દરો અંગે કોઈ મોટો નિર્ણય લેશે અને બીજો પ્રશ્ન પશ્ચિમ એશિયા (West Asia)માં જે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે તેની અસર કેવી થશે.

આ બે મુખ્ય કારણોને લીધે રોકાણકારો સોનાની ખરીદી કરવા કે સોનામાં પોતાની પોઝીશન ઊભી કરવાને લઈ અસમંજસભરી સ્થિતિ અનુભવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ન્યૂ યોર્ક ખાતે ઔંસ દીઠ સોનાનો ભાવ 4190 ડોલર આસપાસ કામકાજ કરી રહ્યો છે, જ્યારે ચાંદી 59.60 ડોલર આસપાસ છે.

બજારના નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી સોનામાં રેન્જ બાઉન્ડ (Rang Bound) કામકાજ થઇ રહ્યું છે. તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે રોકાણકારોને હજું કોઈ સ્પષ્ટ સંકેત મળી રહ્યા નથી કે US Federal Reserve આગામી સમયમાં વ્યાજ દરો વધારશે કે નહીં. વર્તમાન પરિસ્થિતિને જોતા તો એવું લાગે છે કે સપ્ટેમ્બરમાં યોજાનાર બેઠકમાં ફેડરલ રિઝર્વ તેના ચાવીરૂપ વ્યાજ દરો (Key Interest Rate)માં વધારો કરી શકે છે.

અત્યારે તો રોકાણકારોની નજર આ સપ્તાહમાં અમેરિકાના રોજગારીના આંકડા (US Job Data) પર ટકેલી છે. તેમાં જૉબ ઓપનિંગ્સ, ADP, એમ્પ્લોઈમેન્ટ રિપોર્ટ તથા Non-Farm Payroll જેવા અત્યંત મહત્વની આંકડાકીય માહિતીનો સમાવેશ થાય છે. આ માહિતીના આધારે જ તો ફેડરલ રિઝર્વ તેના હવે પછીના નિર્ણયો લેશે.



બીજીબાજુ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તિ રહેલી તણાવભરી સ્થિતિ (US-Iran War) રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ(Strait Of Hormuz)માં તાજેતરમાં જહાજો પર થયેલા હુમલાએ વૈશ્વિકસ્તરે ઊર્જા પુવઠા (Energy Supply)ને લઈ ચિંતામાં વધારો કર્યો છે.

બજારના નિષ્ણાતો પણ સોનાને એક મજબૂત રોકાણ માધ્યમ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે વિશ્વભરમાં વધી રહેલું દેવું, સતત મોંઘવારીનું ઊંચુ પ્રમાણ, મધ્યસ્થ બેંકો તરફથી સોનાની ખરીદી અને સોનાનું મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન આગામી સમયમાં તેની કિંમતોને મજબૂત આધાર આપી શકે છે.