Donald Trump Jr. Net Worth: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર(Donald Trump Jr) એક ખાનગી સમારોહમાં હાજરી આપવા માટે ભારત પહોંચ્યા છે. તેઓ પહેલા આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે અને સપ્તાહના અંતે ઉદયપુર જશે જ્યાં તેઓ ભારતીય-અમેરિકન દંપતીના હાઇ-પ્રોફાઇલ ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપશે.
લગ્ન સમારોહ 21 અને 22 નવેમ્બરના રોજ ઐતિહાસિક જગ મંદિર પેલેસ અને સિટી પેલેસ ખાતે યોજાશે. ડોનાલ્ડ જોન ઉર્ફે ટ્રમ્પ જુનિયર, જેને ડોન જુનિયર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક અમેરિકન ઉદ્યોગપતિ છે. ડોનાલ્ડ જોન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પહેલી પત્ની ઇવાના ટ્રમ્પના સૌથી મોટા સંતાન છે.
ડોનાલ્ડ જોન ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના ટ્રસ્ટી અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે. શું તમે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રની કુલ સંપત્તિ અને તે કયા વ્યવસાયો સાથે કામ કરે છે તે જાણો છો?
500 મિલિયન ડોલર
ફોર્બ્સના અંદાજ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની કુલ સંપત્તિ આશરે 500 મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં રૂપિયા 4433 કરોડ જેટલી થાય છે. ડોનાલ્ડ જુનિયરની સંપત્તિ ક્રિપ્ટો અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાંથી થતી કમાણીમાંથી આવે છે.
ટ્રમ્પ જુનિયર પાસે અન્ય વ્યવસાયો અને રોકાણો પણ છે. તેમને તાજેતરમાં પબ્લિકસ્ક્વેર (PSQH)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે એમેઝોન જેવું જ ડિજિટલ માર્કેટપ્લેસ છે.
પગાર 35 મિલિયન ડોલર
ટ્રમ્પ જુનિયર પાસે લાખો ડોલરની વ્યક્તિગત રિયલ એસ્ટેટ પણ છે. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, તેમણે અને તેમની ભૂતપૂર્વ મંગેતર, કિમ્બર્લી ગિલફોયલે 2019 માં બ્રિજહેમ્પ્ટન, ન્યૂ યોર્કમાં 4.5 મિલિયન ડોલરમાં એક મિલકત ખરીદી હતી અને વર્ષ 2021માં તેને ઑફ-માર્કેટ સોદામાં 8.14 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી.
ફોર્બ્સ પ્રમાણે ટ્રમ્પ જુનિયરે વર્ષ 2022માં ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં એક એક્ઝિક્યુટિવ તરીકે પગાર અને બોનસમાં આશરે 35 મિલિયન ડોલરની કમાણી કરી હતા.
