Donald Trump Jr. Jamnagar: જામનગર જિલ્લાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'વનતારા' માં ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જૂનિયર ટ્રમ્પ અને તેમની પત્ની સાથે આગમન થયું હતું. આ દંપતીનું રિલાયન્સ ગ્રીન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વનતારાની મુલાકાત લીધી
જૂનિયર ટ્રમ્પ અને તેમના પત્ની સીધા જ જામનગરના રિલાયન્સ વનતારા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે અનંત અંબાણી પણ જોડાયા હતા. દંપતીએ રિલાયન્સ ગ્રીન અને વનતારા સંકુલમાં આવેલા મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી.
ગરબા પર ઝૂમ્યા
રિલાયન્સ ગ્રીન ખાતેના સ્વાગત સમારોહ દરમિયાન જૂનિયર ટ્રમ્પ દંપતીએ ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો. પ્રખ્યાત ગુજરાતી ગરબા ગીતોના તાલે તેઓ ઝૂમ્યા હતા. રિલાયન્સના અનંત અંબાણીએ પણ જૂનિયર ટ્રમ્પ દંપતી સાથે ગરબામાં જોડાયા હતા.આ મુલાકાત દરમિયાન જુનિયર ટ્રમ્પે રિલાયન્સના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ અને વનતારા પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. જામનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવની હાજરીથી શહેરનું ગૌરવ વધ્યું છે.
મુલાકાતની વિગતો અને સુરક્ષા વ્યવસ્થા
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગર આગમન રિલાયન્સના આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોને કારણે થતું રહે છે, કારણ કે જામનગર એરપોર્ટ પર દેશ-વિદેશના સેલિબ્રિટીઝની અવરજવર ધમધમે છે. ટ્રમ્પના પુત્ર ગુરુવારે સાંજે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્ર સાથે જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ટ્રમ્પના પુત્ર આજે દિલ્હીના આગરામાં આવેલા તાજમહેલથી પ્લેન મારફતે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના આગમન દરમિયાન વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટને કોર્ડન કરી દેવાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર તેમનો કાફલો લઈને ચુસ્ત સિક્યોરિટી સાથે રિલાયન્સ વનતારામાં જવા રવાના થયા હતા.
