Edible Oil Prices Today: મર્યાદિત માંગ અને દેશાવર માંગના અભાવ વચ્ચે આજે અમદાવાદ તેલ બજારમાં તમામ ખાદ્ય તેલની જાતોમાં ભાવ સ્થિર રહ્યા હતા. સીંગતેલ, કપાસીયા તેલ સહિતની જાતોમાં આજે કિંમતને લઈ એકંદરે સ્થિર વલણ જોવા મળતું હતું.
કપાસીયા તેલનો આજનો ભાવ -Cottonseed Oil Prices At Ahmedabad
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2580 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વહેપારી મહામંડળ - તેલના ભાવ
| માલની વિગત | ભાવ (રૂપિયામાં) | માલની વિગત | ભાવ (રૂપિયામાં) |
| સીંગતેલ (જૂનો ડબ્બો) (15 કીલો) | - | પામોલીન (નવો ડબ્બો) | 2360 |
| સીંગતેલ (નવો ડબ્બો) (15 કીલો) | 2800 / 3100 | કોપરેલ | 5050 |
| સીંગતેલ (નવો ડબ્બો) (15 કીલો) | 2800 | વનસ્પતિ | 2000 / 2300 |
| કપાસીયા (જૂનો ડબ્બો) (15 કીલો) | - | સરસીયું (મોળું) | 2400 |
| કપાસીયા (નવો ડબ્બો) (15 કીલો) | 2400 / 2600 | સરસીયું (તીખું) | 2550 |
| રાઈસ બ્રાન તેલ (15 કીલો) | 2300 | સનફલાવર તેલ (15 લીટર) | 2650 |
| સોયાબીન (નવો ડબ્બો) (15 કીલો) | 2600 | મકાઈ તેલ (15 liter) | 2300 |
| દિવેલ | 2250 | કપાસિયા તેલ (5 liter) | 760 / 780 |
| પામોલીન (જૂનો ડબ્બો) (15 કીલો) | - | સીંગતેલ (5 liter) | 920 / 930 |
