UpdatedIST

Education Budget 2026 Live: શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો; દરેક જિલ્લામાં બનશે કન્યા છાત્રાલય અને 5 નવી યુનિવર્સિટીઓની થશે સ્થાપના

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરીને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સંશોધન ક્ષેત્ર માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 01 Feb 2026 06:00 AM (IST)Updated: Sun 01 Feb 2026 01:05 PM (IST)
education-budget-2026-live-updates-fm-nirmala-sitharamans-announcements-parliament-key-points-and-highlights-on-union-budget-india-683334

Education Budget 2026 Live Updates: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરીને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સંશોધન ક્ષેત્ર માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. દેશના યુવાધન અને મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા શિક્ષણના માળખામાં મોટા ફેરફારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

Education Budget 2026 Live: શિક્ષણ અને સંશોધન માટે માસ્ટર પ્લાન

નાણામંત્રીએ ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધનને નવી ઊંચાઈએ લઈ જવા માટે ત્રણ નવી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા (NIPER) સ્થાપવાની જાહેરાત કરી છે. આ સાથે, હાલમાં કાર્યરત સાત સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં આવશે. દેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે 1,000 માન્યતા પ્રાપ્ત ક્લિનિકલ ટ્રાયલનું રાષ્ટ્રીય નેટવર્ક ઊભું કરવામાં આવશે.

Education Budget 2026 Live: શિક્ષણ અને રોજગાર ક્ષેત્રની 6 મહત્વની જાહેરાતો

  • મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દેશના દરેક જિલ્લામાં અદ્યતન 'કન્યા છાત્રાલયો' (Girls Hostels) બનાવવામાં આવશે.
  • મોટા ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબની નજીક 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ વિકસાવવા માટે સરકાર ટેકો પૂરો પાડશે, જેથી ઉદ્યોગલક્ષી શિક્ષણ મળી રહે.
  • દેશમાં 3 નવી ઓલ ઈન્ડિયા આયુર્વેદ સંસ્થાનો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, વેટરનરી કોલેજો અને હોસ્પિટલો માટે લોન સાથે જોડાયેલ મૂડી સબસિડી યોજનાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
  • આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચે 'બાયોફાર્મા પાવર' પ્રોજેક્ટ અમલમાં મૂકાશે.
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (IICT) મુંબઈના સહયોગથી દેશની 15,000 માધ્યમિક શાળાઓમાં 'કન્ટેન્ટ લેબ્સ' સ્થાપવામાં આવશે.

Union Budget 2026 LIVE: 3 નવી આયુર્વેદ સંસ્થાઓ અને AYUSH ક્ષેત્રને પ્રોત્સાહન

સરકારે આયુર્વેદ અને યોગના વૈશ્વિક પ્રચારને ધ્યાનમાં રાખીને 3 નવી રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરી છે. સાથે જ AYUSH ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આયુષ ફાર્મસીઓને અપગ્રેડ કરવામાં આવશે. પશુ આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલું લેતા સરકારએ પશુચિકિત્સા અને પેરા-વેટરનરી કોલેજોની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. પશુચિકિત્સા વ્યાવસાયિકોની સંખ્યા 20,000 સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડશે.

Union Budget 2026 LIVE: નોકરીઓ પર AIનો પ્રભાવ

ઝડપથી વિકસતી ટેકનોલોજી અને નોકરીઓ પર AIના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને સરકારે સશક્તિકરણ અને ઉદ્યોગ માટે ઉચ્ચસ્તરીય શિક્ષણ સ્થાયી સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમિતિ AIના રોજગાર પર પડતા પ્રભાવનું મૂલ્યાંકન કરશે અને આવશ્યક કુશળતાઓ અંગે અહેવાલ તૈયાર કરશે.

Union Budget 2026 LIVE: શિક્ષણથી રોજગાર સુધી સમગ્ર અભિગમ

બજેટ ભાષણ દરમિયાન સરકારે જણાવ્યું કે સેવા ક્ષેત્ર યુવાનો માટે નવી તકો સર્જશે. શિક્ષણથી રોજગાર અને ઉદ્યોગસાહસિકતા સુધી માર્ગદર્શન આપવા માટે વિશેષ સમિતિ રચાશે, જે 'વિકસિત ભારત'ના વિઝનને આગળ ધપાવવામાં સહાયક બનશે. આ સમિતિ રોજગાર અને નિકાસને પ્રોત્સાહન આપતા પગલાં ઓળખશે અને તેના અમલીકરણ પર ધ્યાન આપશે. સાથે જ આરોગ્યસંભાળ પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Union Budget 2026 LIVE: ફાર્મા ક્ષેત્રમાં મોટું રોકાણ

'બાયોફાર્મા શક્તિ' પહેલ હેઠળ ભારતને વૈશ્વિક બાયોફાર્મા ઉત્પાદન કેન્દ્ર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં 3 નવી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ સ્થાપવામાં આવશે. ઉપરાંત, હાલની 7 સંસ્થાઓને આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે.

Nirmala Sitharaman Budget 2026: બાયોફાર્મા માટે બજેટમાં જાહેરાત, 3 નવી સંસ્થાઓ ખોલવામાં આવશે

Union Budget 2026 LIVE: CA અને CS જેવી સંસ્થાઓની મદદથી તૈયાર થશે કોર્પોરેટ મિત્ર

નાણામંત્રીએ બજેટ 2026માં કોર્પોરેટ મિત્ર પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ICAI, ICSI અને ICMAI (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ અને કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ માટે) જેવી સંસ્થાઓને ટૂંકા ગાળાના મોડ્યુલ અને વ્યવહારુ સાધનો વિકસાવવા માટે વ્યાવસાયિક સહાય પૂરી પાડશે. આનાથી દેશભરમાં Corporate Mitra તૈયાર થશે. ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી આ કોર્પોરેટ મિત્રાઓ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને મદદ કરી શકે.

આરોગ્ય ક્ષેત્ર: બજેટમાં વૃદ્ધિની શક્યતા

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 માં આરોગ્ય મંત્રાલય માટેની ફાળવણીમાં 9.8 ટકાનો વધારો કરીને તેને ₹99,858.56 કરોડ કરવામાં આવી હતી. આ વર્ષે પણ આ આંકડો વધવાની પૂરેપૂરી સંભાવના છે.

નિષ્ણાતોનો મત: માળખાગત સુવિધાઓ પર ભાર

IIHMR યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પી. આર. સોડાણીના જણાવ્યા અનુસાર, દેશની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે મોટા પાયે રોકાણ અનિવાર્ય છે. તેમના મતે નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સામાન્ય નાગરિકો માટે સારવારનો વ્યક્તિગત ખર્ચ (Out-of-pocket expenditure) ઘટાડવા માટે જાહેર આરોગ્ય ખર્ચમાં વધારો જરૂરી છે. આરોગ્ય ક્ષેત્રમાં લાયક પ્રતિભાઓને આકર્ષવા માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ પાછળ વધુ ખર્ચ થવો જોઈએ. આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ડિજિટલ હેલ્થ મિશન અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ.