Gujarat Budget 2026-27: ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. જેમાં વર્ષ 2026-27 માટે કુલ 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 63,184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ તકે પોતાના સંબોધનમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે, અમારી સરકારે "सा विद्या या विमुक्तये"ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે.
ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે શું?
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂ.3055 કરોડની જોગવાઇ.
- નમો લક્ષ્મી યોજના માટે રૂ.1250 કરોડની જોગવાઇ.
- રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ.827 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂ.598 કરોડની જોગવાઇ.
- પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે રૂ.552 કરોડની જોગવાઇ.
- સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે રૂ.342 કરોડની જોગવાઇ.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.250 કરોડની જોગવાઇ.
- જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે રૂ.223 કરોડની જોગવાઇ.
- એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે રૂ.223 કરોડની જોગવાઇ.
- 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા રૂ.135 કરોડની જોગવાઇ.
- ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે રૂ.120 કરોડની જોગવાઇ.
- પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ.119 કરોડની જોગવાઇ.
- પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ 926 શાળાઓ માટે કુલ રૂ.114 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂ.112 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.100 કરોડની જોગવાઇ.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ રૂ.91 કરોડની જોગવાઇ.
- સરકારી શાળાઓની ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 9 લાખ 72 હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા રૂ.47 કરોડની જોગવાઇ.
- પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા રૂ.32 કરોડની જોગવાઇ.
- રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા રૂ.18 કરોડની જોગવાઇ.
- ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.400 કરોડની જોગવાઇ.
- 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા રૂ.126 કરોડની જોગવાઇ.
- સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂ.96 કરોડની જોગવાઇ.
- i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે રૂ.80 કરોડની જોગવાઇ.
- સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂ.67 કરોડની જોગવાઇ.
- એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે રૂ.51 કરોડની જોગવાઇ.
- એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે રૂ.51 કરોડની જોગવાઇ.
- ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ રૂ.46 કરોડની જોગવાઇ.
- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે રૂ.45 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા રૂ.45 કરોડની જોગવાઇ.
- કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત 2 લાખ 12 હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા રૂ.43 કરોડની જોગવાઇ.
- એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે રૂ.35 કરોડની જોગવાઇ.
- રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ.31 કરોડની જોગવાઇ.
- રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા રૂ.28 કરોડની જોગવાઇ.
- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા 19 લાખ 84 હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન.
- ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા માટે જોગવાઇ.
- ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.
