Gold Prices Today: સોનામાં સપ્તાહના પ્રથમ દિવસે મક્કમ તેજી, અમદાવાદ-દિલ્હીમાં મિશ્ર હવામાન વચ્ચે ચાંદીનો આજનો ભાવ જાણો

જ્યારે ચાંદીના ભાવમાં કીલો દીઠ રૂપિયા 1000 ગગડી રૂપિયા 1,63,800 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 17 Nov 2025 06:51 PM (IST)Updated: Mon 17 Nov 2025 06:52 PM (IST)
gold-prices-today-check-city-wise-gold-rates-in-india-on-17-november-2025-in-ahmedabad-delhi-international-vadodara-mumbai-639842

Gold Prices Today:આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂપિયા 300 ઉછાળો આવ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં કીલો દીઠ રૂપિયા 1000 ગગડી રૂપિયા 1,63,800 થયો છે. જ્યારે અમદાવાદ ખાતે બન્ને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળતી હતી.

આજે 17 નવેમ્બરના રોજ વિવિધ શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

વૈશ્વિકસ્તરે સોના-ચાંદીના ભાવ (Gold And Silver Prices In International Market)


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં એકદંરે સામાન્ય કામકાજ થયું હતું. વૈશ્વિકસ્તરે હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 2.ડોલર વધી 4,077.35 ડોલ રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.66 ટકા વધી 50.89 ડોલર રહ્યા છે.

દિલ્હી ખાતે સોના-ચાંદીના આજના ભાવ (Gold And Silver Prices In Delhi)


દિલ્હી ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધી 1,29,700, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધી રૂપિયા 1,29,100 રહ્યા હતા. દિલ્હીખાતે ચાંદી કીલોનો ભાવ રૂપિયા 1000 ગગડી 1,63,800 રહ્યો હતો. આમ આજે સોનામા તેજી જ્યારે ચાંદીમાં મંદી જોવા મળતી હતી.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ (Gold And Silver Prices In Ahmedabad)


અમદાવાદ ખાતે સોના અને ચાંદી બન્નેમાં આગેકૂચ જોવા મળી હતી. અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી 1,27,000, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 1,26,700 અને અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 1000 ઉછળીન 1,57,000 રહ્યો હતો.

વડોદરા ખાતે સોના-ચાંદીના ભાવ (Gold And Silver Prices In Vadodara)


વડોદરા ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી 1,27,000, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 1,26,700 અને વડોદરા ચાંદી કીલોનો ભાવ રૂપિયા 1000 ઉછળીન 1,57,000 રહ્યો હતો.