Gold Prices Today: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. વિશ્વ બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે દિલ્હી ખાતે શુદ્ધ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 640 ઘટી રૂપિયા 129460 થયા છે.દરમિયાન ચાંદીની કિંમતમાં કીલોદીઠ રૂપિયા 5,100 ઉછાળો આવ્યો છે.
સોનામાં કેમ તૂટ્યા ભાવ
રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીની દિશામાં પ્રગતિને લીધે હવે વૈશ્વિક સ્તરે તણાવની સ્થિતિ હળવી થવાના આશાવાદ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.
આજે 27 નવેમ્બરના રોજ વિવિધ શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ
વૈશ્વિકસ્તરે સોના-ચાંદીના ભાવ (Todays Gold And Silver Prices In International Market)
વૈશ્વિકસ્તરે હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 5.60 ડોલર એટલે કે 0.13 ટકા વધી 4,158.38 ડોલ રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 53.39 ડોલર રહ્યા છે.
અમદાવાદ ખાતે સોના-ચાંદીના આજના ભાવ (Todays Gold And Silver Prices In Ahmedabad)
અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી 129500, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 129200 અને અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 2500 ઉછળી 163500 રહ્યો હતો.
દિલ્હી ખાતે સોના-ચાંદીના આજના ભાવ (Todays Gold And Silver Prices In Delhi)
દિલ્હી ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 640 ઘટી 129460, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 640 ગગડી રૂપિયા 128860 રહ્યા હતા. જ્યારે દિલ્હી ચાંદી કીલોનો ભાવ રૂપિયા 5100 ઉછળી 168200 રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂપિયા 13200નો ઉછાળો આવ્યો છે. સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે ચાંદીનો ભાવ રૂપિયા 155000 હતો,જ્યાથી અત્યાર સુધીમાં 13,200નો ઉછાળો આવી ગયો છે.
વડોદરામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Vadodara)
વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 129200 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂપિયા 129500 પ્રતિ 10 ગ્રામ છે.
