Gold Silver News:સરકારે સોના અને ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેને લીધે જ્વેલરી માર્કેટમાં ભારે અફરા-તફરી જોવા મળી રહી છે. ચાંદીની કિંમત ઘટાડવામાં આવી છે તો સોનાની બેઝ પ્રાઈઝ પણ ઘટાડી દેવામાં આવી છે. ગોલ્ડની બેઝ કિંમત અગાઉ પ્રતિ દસ પ્રામ 1,652 ડોલર હતી, જ્યારે ચાંદીની બેઝ પ્રાઈઝ 2,820 ડોલર પ્રતી કિલો હતી. અલબત સરકારે હવે ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ 2,820 ડોલર પ્રતી કિલો થી ઘટાડીને પ્રતી કિલો 2,4227 ડોલર પ્રતી કિલો કરી છે. એટલે કે પ્રતી કિલો રૂપિયા 36,000 જેટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. એવી જ રીતે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ 1,652 ડોલર પ્રતી 10 ગ્રામ હતી, જે ઘટાડીને 1,526 ડોલર પ્રતી 10 ગ્રામ કરવામાં આવી છે. આમ સોનામાં પણ રૂપિયા 11,700 ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે પ્રશ્ન એ છે કે તેનાથી સામાન્ય પ્રજા અને રોકાણકારો પર શું અસર પડશે. હકીકતમાં મૂળ આયાત કિંમતમાં ઘટાડો થવાથી સરકાર દ્વારા લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટીની ગણતરી ઓછી થાય છે.
તેનો અર્થ એ થઈ શકે છે કે આયાતકારોને સોના અને ચાંદીની આયાતમાં થોડી રાહત મળી શકે છે અને ભવિષ્યમાં સ્થાનિક ભાવ પર દબાણ આવી શકે છે.
જોકે બજારમાં તાત્કાલિક આટલો ઘટાડો જોવા મળે તે જરૂરી નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાના વિનિમય દર અને માંગ જેવા ઘણા પરિબળો પણ ભાવને અસર કરે છે.
પરંતુ એ વાત ચોક્કસ છે કે આ પગલું કિંમતોને સ્થિર કરવામાં અથવા તો ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સમાચારને જ્વેલરી ઉદ્યોગ માટે પણ રાહત માનવામાં આવે છે.
તહેવારો અને લગ્નની મોસમમાં સોના અને ચાંદીની માંગ વધે છે, તેથી જો આયાત ખર્ચ ઓછો કરવામાં આવે તો વેપારીઓને માર્જિન વધુ સારું રાખવાની તક મળી શકે છે.
રોકાણના દૃષ્ટિકોણથી સોના અને ચાંદી બંનેને સલામત રોકાણ ગણવામાં આવે છે. જોકે ભાવમાં ફેરફાર રોકાણકારોને તેમની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવા દબાણ કરી શકે છે. સંભવતઃ સોના-ચાંદીની કિંમતમાં તાત્કાલિક અને સંપૂર્ણ ઘટાડો થાય તે જરૂરી નથી. આંતરરાષ્ટ્રીય કિંમતો, ડોલર-રૂપયા તથા માંગ જેવા પરિબળો પણ કિંમત નક્કી કરે છે.
