આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ વિશ્વભર માટે આર્થિક વિકાસ દરને લગતા અંદાજમાં ઘટાડો કરવા સાથે એક ગંભીર ચેતવણી આપી છે. IMFનું કહેવું છે કે જો ઈરાન સંકટ વધુ ઘેરુ બનશે અને ક્રુડ ઓઈલની કિંમતો ઊંચા સ્તરે જળવાઈ રહેશે તો વિશ્વ મંદીના ભરડામાં આવી જશે. વર્ષ 2026 માટે વૈશ્વિક GDP વૃદ્ધિ દર બેઝલાઈન 3.1 ટકા રહેવાનો અંદાજ છે, જોકે ગંભીર સ્થિતિમાં તે ગગડીને 2 ટકા સુધી પહોંચી શકે છે, જે એક મોટી મંદીના સંકેત હશે.
ભારત અને ઉભરતા બજારો અંગે કેવો છે Outlook
IMFનું સ્પષ્ટપણે માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારત અપેક્ષા પ્રમાણે મજબૂત સ્થિતિમાં હોય તેમ જણાય છે. IMF દ્વારા વર્ષ 2026 અને 2027 માટે ભારતના વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે એકંદરે મજબૂત માંગ અને નીતિવિષયક સમર્થનને લીધે સંચાલિત છે. જોકે એવું પણ કહેવામાં આવે છે કે Oil-Gas Crisis અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે,કારણ કે ભારત તેની આયાત પર મોટો આધાર રાખે છે.
અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2027 માટે ભારતની GDP વૃદ્ધિ દરનો અંદાજ જાન્યુઆરી મહિનાની તુલનામાં 10 બેસિસ પોઈન્ટ વધીને 6.5 ટકા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2028 માટે GDP વૃદ્ધ દરનો અંદાજ જાન્યુઆરી મહિનાની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ વધી 6.5 ટકા કરવામાં આવ્યો છે. આ સુધારો નાણાકીય વર્ષ 2026ના મજબૂત પર્ફોમન્સને અસર કરે છે.
આ સાથે જ ભારતીય ચીજવસ્તુઓ પર વધારાના અમેરિકી ટેરિફમાં ઘટાડો પણ એક મહત્વનું કારણ છે. નાણાકીય વર્ષ 2026 માટે વૃદ્ધિનો અંદાજ જાન્યુઆરી મહિનાની તુલનામાં 100 બેસિસ પોઇન્ટ વધીને 7.6 ટકા કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2026ના સુધારવામાં આવેલ અંદાજ ત્રિમાસિક ગાળા (Q2) અને Q3ની અપેક્ષામાં વધારે સારું રહેવાની બાબતનો સમાવેશ થાય છે. જ્યારે નાણાકીય વર્ષ 2027માં મોંઘવારીનો દર (Inflation) 4.7 ટકા રહેવાનો અંદાજ છે, આ સાથે જ નાણાકીય વર્ષ 2028માં મોંઘવારીનો દર 4 ટકા રહેવાનો અંદાજ છે.
