India US Trade Deal Updates: 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે શનિવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે અમેરિકા અને ભારતે (US And India Trade Deal) પરસ્પર લાભદાયક ટ્રેડ અંગે "વચગાળાની સમજૂતી" માટે એક ફ્રેમવર્ક(Framework)ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ફ્રેમવર્ક બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષની વાટાઘાટો પછી ઔપચારિક સફળતા દર્શાવે છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે(Piyush Goyal) સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન આપ્યું છે જેમાં આ નવા ફ્રેમવર્ક દ્વારા ખુલી શકે તેવા વિશાળ બજાર પહોંચ પર ભાર આપવામાં આવ્યો છે.
Addressing a Press Conference on the #IndiaUSJointStatement. https://t.co/S1E3Q3Yv4K
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ના નેતૃત્વ હેઠળ ભારતે અમેરિકા સાથે વચગાળાની સમજૂતી માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે જે "ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર(30 trillion Dollar Market) ખોલશે.
Zero tariff on these products Exports from India to America: ભારતથી અમેરિકા જનારા આ ઉત્પાદ(પ્રોડક્ટ્સ) પર ઝીરો ટેરિફ
- ફાર્માસ્યુટીકલ
- સ્માર્ટફોન
- જેમ્સ એન્ડ જ્વેલરી
- કૃષિ ક્ષેત્રમાં શૂન્ય ડ્યુટી. જે ભારતથી અમેરિકા નિકાસ થશે
- મસાલા
- ચા
- કૉફી
- કોપરા
કોકોનટ ઓઈલ - વેજિટેબલ વેક્સ
- એરિકા નેટ
- કેશ્યૂ નેટ
- ચેસ નેટ
- ફળ
- અનેક ફલો અને અનેક શાકભાજી પર 0 ડ્યુટી
- કેળા
- જામફળ
- કેરી
- કીવી
- પાઈનેપલ
- મશરુમ
- શાકભાજી
- એરક્રાફ્ટના પૂર્જા
- કેટલાક ઓટો પૂર્જા
- જેમ્સ એન્ડ જ્વેલરી
- પ્લેટિનમ
- ઘડિયાળ
India-America provide strength to Global Economy:વૈશ્વિક અર્થતંત્રને શક્તિ પ્રદાન કરશે ભારત અને અમેરિકા
ગોયલે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.વર્ષ 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર 30 ટ્રિલિયન ડોલરથી વધારે થઈ જશે. ગોયલે કહ્યું કે અમે GM ખાદ્ય ઉત્પાદનો, અનાજ, બાજરા, ડેરી, માંસ, પશુખાદ્ય પદાર્થો, મધ, માલ્ટ, ઈંધણ, સ્ટાર્ચ માટે ઈથેનોલને લગતી છૂટ સુનિશ્ચિત કરી ખેડૂતોની સંવેદનશીલતાને સંતુલિત કરવામાં સક્ષમ છીએ.
India-US partners in supply of important minerals-મહત્વના ખનિજોન સપ્લાઈમાં ભારત, અમેરિકા ભાગીદાર
અમેરિકા અને ભારત વ્યૂહાત્મક ભાગીદાર છે અને સહયોગી છે. PAX સિલિકાનો પણ હિસ્સો છે, સાથે જ કોઈ જ અવરોધ વગર સપ્લાઈ માટે વૈકલ્પિક સ્રોત વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે.
India US Trade Deal: ડિસ્ટિલ્ડ ગ્રેન સૉલ્યુબલની અમેરિકાથી મર્યાદિત પ્રમાણમાં આયાત થશે
ભારત અમેરિકાથી થતી એવી ઈમ્પોર્ટ પર ડ્યુટી ઘટાડીને 0 કરશે કે જેના પર તે અગાઉથી જ આયાત પર આધાર રાખે છે. આપણા પૌલ્ટ્રી અને પશુપાલન સેક્ટરની જરૂરિયાતોના હિસાબથી ડિસ્ટિલ્ડ ગ્રેન સૉલ્યુબલની અમેરિકાથી મર્યાદિત પ્રમાણમાં આયાત કરવામાં આવશે. કેટલીક વાઈન અને સ્પિરિટને લઘુતમ ઈમ્પોર્ટ પ્રાઈઝ સાથે આયાત માટે ખોલવામાં આવેલ છે,જેથી સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધા ન થાય.
Tariffs on these American goods will be reduced in India- અમેરિકાના આ માલ-સામાન પર ભારતમાં ટેરિફ ઘટશે
ટેકનોલોજી પ્રોડક્ટ્સ જેમ કે એરક્રાફ્ટ, ચિપ્સ, સેમીકન્ડક્ટર, સેમીકન્ડક્ટર માટે જરૂરી હાઈ ક્વૉલિટી મશીનરી ભારતીય ઉદ્યોગની મદદ કરશે.બીજી બાજુ ટેક્સટાઈલ, લેધર, રમકડાં અને સ્પોર્ટ્સ ગુડ્સ એવા સેક્ટર છે કે જ્યાં ડ્યુટી ઓછી થવાથી ભારતને અમેરિકી બજારોમાં ફાયદો થશે.
Farmers, textiles benefit from access to US market- ખેડૂતો, ટેક્સટાઈલને અમેરિકી બજાર સુધી વધુ પહોંચ મળવાથી ફાયદો થશે
હોમ ડેકોર, સિલ્ક પ્રોડક્ટ્સ, તકિયા, કુશન, નોન-ઈલેક્ટ્રિકલ લેમ્પ, મશીનરી પાર્ટ્સ, જ્વેલરી, લેધર તથા ફુટવીયર, ટેક્સટાઈ અને કપડાંના નિકાસકારોને ભારે ફાયદો થશે.આ સાથે ખેડૂતોને પણ ઘણા ઉત્પાદનોને લઈ ફાયદો થશે.
India did not give any relief on these American products-ભારતે આ અમેરિકી ઉત્પાદનો પર કોઈ રાહત આપી નહીં
ભારતે તેના કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલ્યુ નથી. અમે કૃષિ સંબંધિત ઉત્પાદનોને લઈ જ રાહત આપી નથી.
ડેરીની કોઈ જ વસ્તુને રાહત નહીં
સોયાબીન
મકાઈ
ચોખા
ઘઉં
ખાંડ
જુવાર
બાજરા
રાગી
કેળા
સ્ટ્રેબેરી
ચેરી
ગ્રીન ટી
કાબુલી ચણા
મગ
