New Aadhaar App Update Mobile Number: Unique Identification Authority of India (UIDAI)એ દેશના કરોડો આધારકાર્ડ ધારકોની મોટી ચિંતાનો ઉકેલ મેળવી આપ્યો છે. ભારતના યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટીએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલવા માટે સેન્ટર વારંવાર જવાની સમસ્યાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે.
આધાર કાર્ડધારક જલ્દીથી નવા લોંચ થયેલ આધાર એપ મારફતે પોતાના કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરને એક ક્લિકમાં જ બદલી શકશે. આ માટે UIDAIએ યોગ્ય વ્યવસ્થા કરી છે.
Coming Soon! Update Mobile number in Aadhaar from the comfort of your home -- through OTP & Face Authentication.
— Aadhaar (@UIDAI) November 28, 2025
No more standing in the queue at the Aadhaar Centre.
Stay tuned...
Download now!
Android: https://t.co/f6QEuG8cs0
iOS: https://t.co/RUuBvLwvsQ
Early adopters… pic.twitter.com/ZDjguIc9rZ
UIDAIએ તેના X હેન્ડલથી આ અંગે માહિતી આપતા કહ્યું કે નવા આધાર APPમાં આધાર કાર્ડનો મોબાઈલ નંબર બદલવા માટે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી અને કોઈ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ મોબાઈલ નંબરને અપડેટ કરી શકો છો. આ માટે તમારે OTP અને બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ સુવિધા ટૂંક સમયમાં જ UIDAIના નવા આધાર એપમાં મળશે.
આધાર કાર્ડ ઈશ્યુ કરનાર એજન્સીઓએ આ મહિને 9 નવેમ્બરના રોજ નવી આધાર એપ લોંચ કરી છે. આ નવી આધાર એપ એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં નવા આધાર કાર્ડની આ સુવિધાને જલ્દીથી લઈ શકે છે. અત્યારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલવા માટે યુઝર્સે આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવા પડે છે. નવી એપમાં સુવિધા સાથે જોડાવાથી લોકોને ઘરે બેઠા જ આ સુવિધા મળશે.
નવી આધાર એપનો ઉપયોગ કેવી રીતે કરવો?
- સૌપ્રથમ તમારે તમારા ફોનમાં નવી આધાર એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે.
- આ પછી તમારે તમારી પસંદગીની ભાષા પસંદ કરવાની અને તમારો 12-ડિજિટનો આધાર નંબર દાખલ કરવાની જરૂર પડશે.
- ત્યારબાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS પ્રાપ્ત થશે જેમાં OTP(વન ટાઈમ પાસવર્ડ) હશે.
- આ OTP દાખલ કરીને તમે આધાર એપમાં લોગ ઇન કરી શકશો.
- ત્યારબાદ તમને ફેસ ઓથેન્ટિકેશન પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- વેરિફિકેશન પછી તમારે 6-અંકનો પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે.
- ત્યારબાદ તમે તમારી નવી આધાર એપના પ્રોફાઇલ પેજને ઍક્સેસ કરી શકશો.
- અહીં તમે નવી આધાર એપની બધી સુવિધાઓને ઍક્સેસ કરી શકશો, જેમાં તમારા આધાર કાર્ડને માસ્ક કરવું, બાયોમેટ્રિક લોક અને વધુનો સમાવેશ થાય છે.
